બે-ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા

HomeGujarat

બે-ત્રણ દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ ફરી વરસાદ બીજી ઈનિંગ રમવા આવશે તેવો વરતારો હવામાન ખાતાએ આપ્યો છે. હવામાન ખાતાએ આગામી છ જુલાઈથી આઠ જુલાઈ

મમતા બેનર્જીએ દાવો કર્યો,”કેન્દ્રમાં વધુ છ મહિના ભાજપ સરકાર, ફેબ્રુઆરી-માર્ચમાં થશે લોકસભાની ચૂંટણી”
મોદી સરકારનો સપાટો, 52 લાખ નકલી સિમ કાર્ડ બંધ, 67 હજાર વ્હોટ્સએપ બ્લોક, ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક

ગુજરાતમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ ફરી વરસાદ બીજી ઈનિંગ રમવા આવશે તેવો વરતારો હવામાન ખાતાએ આપ્યો છે. હવામાન ખાતાએ આગામી છ જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તા.૬ઠ્ઠી જુલાઈ અને તા. ૭મી જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે તા. ૮મી જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ દરમિયાન સુરત અને ભરૂચમાં આગામી તા. ૬ અને તા.૭મી જુલાઈએ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે તા.૬ઠ્ઠી જુલાઈએ સાઉથ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ તા. ૭મી જુલાઇએ કચ્છ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, વસલાડ, નવસારી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજથી જ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે.

પહેલા તબક્કામાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૪૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0