જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક

HomeGujarat

જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક

જુનાગઢમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. જુનાગઢમાં વાદળ ફાટતા અનારાધાર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જુનાગઢમાં ગિરનાર પર્વત પર પણ અનારાધાર વ

UPની રાજનીતિ: કોંગ્રેસે સમાજવાદીની વાત માની લીધી, 17 સીટો પર ચૂંટણી લડશે
ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈ સ્વામીને ગુરુદ્વારમાં પ્રવેશતા અટકાવાયા,સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોનો હંગામો
How amazing gadgets are making the world a better place

જુનાગઢમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. જુનાગઢમાં વાદળ ફાટતા અનારાધાર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જુનાગઢમાં ગિરનાર પર્વત પર પણ અનારાધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહનો પાણીમાં તણાયા હતા.

જુનાગઢ પાણીમાં ડૂબ્યું

જુનાગઢમાં થોડા સમયમાં જ પડેલા ભારે વરસાદને પગલે શહેરની મોટાભાગની સોસાયટીમાં પાણી ઘુસી ગયા હતા. વરસાદનું જોર એટલુ બધુ હતુ કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં તણાવા લાગ્યા હતા. શહેરના દોલતપરા, મોતીબાગ, જોષીપરા સહિતના વિસ્તારોમાં બેથી પાંચ ફૂટ જેટલુ પાણી ભરાઇ ગયુ હતુ. શહેરના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાઇ ગયા હતા.

શહેરના કંટ્રોલરૂમમાં પણ સતત ફોનની ઘંટડીઓ રણકી ઉઠી હતી અને તંત્ર લોકોને બચાવવામાં વામણું પુરવાર થયુ હતું.

જુનાગઢમાં ભારે વરસાદને પગલે આ રસ્તાઓ બંધ

દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે, જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.