અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે બીજું ગોધરાકાંડ સર્જાઈ શકે? ઉદ્વવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાટો

HomeCountryPolitics

અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે બીજું ગોધરાકાંડ સર્જાઈ શકે? ઉદ્વવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાટો

શિવસેના-યુબીટી એ એક વખત ફરીથી ગોધરાકાંડ જેવી ઘટનાની આશંકા વ્યક્ત કરતા ચર્ચા જાગી છે. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થાય, તે સમયે એક

પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે, માત્ર તેઓ જૂઠ બોલવાનું બંધ કરે: કોંગ્રેસ
ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા, વીસમી જુલાઈએ થશે શપથવિધિ
હાઈકોર્ટનાં આદેશ બાદ કોમી રમખાણગ્રસ્ત નૂહમાં ડિમોલિશન ઝુંબેશ પર રોક, બૂલડોઝરની ધણધણાટી થઈ બંધ

શિવસેના-યુબીટી એ એક વખત ફરીથી ગોધરાકાંડ જેવી ઘટનાની આશંકા વ્યક્ત કરતા ચર્ચા જાગી છે. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થાય, તે સમયે એક વખત ફરીથી ગોધરાકાંડ જેવી ઘટનાની સંભાવના જણાવતા કહ્યું હતું કે, મોદી સરકાર અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે અયોધ્યામાં દેશભરમાંથી લોકોને આમંત્રિત કરવાની તૈયારી કરી રહી છે, અને સ્પેશ્યલ પરિવહનની વ્યવસ્થાઓ પણ થનાર છે, ત્યારે આ શ્રદ્ધાળુઓ પરત ફરે, ત્યારે ગોધરા જેવો માહોલ સર્જાઈ શકે છે!

ભારતીય જનતા પક્ષ પાસે કોઈ આદર્શો નથી તેવું કહીને ઠાકરેએ કહ્યું કે ભાજપ પાસે કોઈ એવી સેલિબ્રિટી નથી, જેને તેઓ રોલ મોડલ માની શકે. તેથી જ ભાજપ સુભષચંદ્ર બોઝ અને સરદાર પટેલ જેવા દિગ્ગજોને પોતાના આદર્શ ગણાવે છે, તો ક્યારેક બાળાસાહેબ ઠાકરેની વિરાસતનો દાવો કરે છે. હકીકતમાં આ દિગ્ગજો પૈકી કોઈ નેતાનું મૂળ ભાજપમાં નથી!

ગુજરાતના કેવડિયામાં સરદાર પટેલની ૧૮ર મીટર ઊંચી પ્રતિમાનો ઉલ્લેખ કરીને ઉદ્ધવે કહ્યું કે, સરદાર પટેલની મહાનતાને લાયક જ ભાજપ કે સંઘ નથી!

એ સર્વવિદ્તિ છે કે વર્ષ ર૦૦ર ની ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યાથી પરત આવી રહેલા કારસેવકો જે ડબ્બામાં હતાં, તે ડબ્બો સળગાવી દેવાતા કારસેવકોના મોત પછી તેના પ્રત્યાઘાતમાં રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં.

શિવસેના (યુબીટી) ના વડાના આ બયાનને ઘણાં લોકો ઉચિત સમયની ચેતવણી ગણે છે, તો ઘણાં ઉદ્ધવના ઉધામા ગણાવીને તેને રાજકીય નિવેદન ગણાવે છે!

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0