પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પગલે હરિયાણાના નૂહ જિલ્લામાં શરૂ કરાયેલી ડિમોલિશન ઝુંબેશ બંધ કરવામાં આવી હતી. નુહ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધીર
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પગલે હરિયાણાના નૂહ જિલ્લામાં શરૂ કરાયેલી ડિમોલિશન ઝુંબેશ બંધ કરવામાં આવી હતી.
નુહ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતાએ સંબંધિત અધિકારીઓને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ડિમોલિશન ઝુંબેશને રોકવા માટે આદેશ આપ્યો હતો.
હિંસાની ઘટનાઓના દિવસો પછી નૂહ જિલ્લા વહીવટીતંત્રે અભિયાન શરૂ કર્યું હતું અને ગેરકાયદેસર બાંધકામો અને ઇમારતોને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. શંકા હતી આ વિસ્તારોમાંથી ધાર્મિક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર ધીરેન્દ્ર ખડગતા અને પોલીસ અધિક્ષક (SP) નરેન્દ્ર બિજરનિયાએ નૂહના મુખ્ય બજારમાં પહોંચ્યા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. અધિકારીઓએ વેપારીઓને તેમની દુકાનો અને અન્ય વ્યાપારી સંસ્થાઓ ખોલવા માટે સમજાવ્યા હતા અને સલામતીની માટે ખાતરી આપી હતી.
હરિયાણાના હિંસાગ્રસ્ત નૂહ જિલ્લામાં કર્ફ્યુ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસના ભાગરૂપે સોમવારે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી લોકોની અવરજવર માટેનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. વહીવટીતંત્રના આદેશ અનુસાર સોમવાર, 7 ઓગસ્ટના રોજ પણ કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે. લોકો સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અવરજવર કરી શકશે.
COMMENTS