વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 103મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પવિત્
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 103મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પવિત્ર સાવન મહિનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતના તીર્થધામોનું મહત્વ વધી ગયું છે અને તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, આપણા તહેવારો, આપણી પરંપરાઓ આપણને ગતિશીલ બનાવે છે.પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસો કુદરતી આફતોના કારણે ચિંતા અને મુશ્કેલીથી ભરેલા રહ્યા છે. યમુના સહિત અનેક નદીઓમાં પૂરના કારણે અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે.
તેમણે કહ્યું કે દરમિયાન, દેશના પશ્ચિમ ભાગમાં, બિપરજોય ચક્રવાત થોડા સમય પહેલા ગુજરાતના વિસ્તારોમાં પણ ત્રાટક્યું હતું. પરંતુ મિત્રો, આ આફતો વચ્ચે આપણે બધા દેશવાસીઓએ ફરી એકવાર સામૂહિક પ્રયાસની શક્તિ બતાવી છે.
COMMENTS