સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

HomeGujarat

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની શરૃઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ-ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. રપ જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસા

ભાજપને સચિન પાયલોટનો જવાબ, પિતા રાજેશ પાયલોટે મિઝોરમ નહીં પણ દુશ્મન દેશ પર ફેંક્યા હતા બોમ્બ
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત
લોકસભા ચૂંટણી પહેલા રેલ્વેએ ભાડું ઘટાડ્યું, હવે 10 રૂપિયામાં 50 કિમીની મુસાફરી 

રાજ્યમાં ચોમાસાની શરૃઆત સાથે જ ભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ-ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. રપ જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૃ થશે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા હતાં અને મોટાભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે.

સુરત શહેરમાં વહેલીસવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૃ થયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે વરસાદી માહોલ સર્જાયો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગઈકાલે બપોર પછી સુરતીઓએ બફારો અનુભવ્યો હતો. આજે વહેલી સવારથી જ વરસાદ શરૃ થઈ ગયો હતો. વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ સમગ્ર શહેરમાં જામી ગયો છે. વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટ અને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહતીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે જેમાં પહેલા બે દિવસ સામાન્ય વરસાદ રહેશે, પરંતુ ત્યારપછી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે, અમદાવાદ શહેરમાં પણ ૭ અને ૮ જુલાઈ એમ બે દિવસ અતિભારે વરસાદ રહેશે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ, નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

જળાશયોની સ્થિતિ

ગુજરાતમાં સિઝનના ૩પ ઈંચની સરેરાશ સામે જૂનમાં પોણાદસ ઈંચ (ર૭.૭ર ટકા) વરસાદ પડ્યો છે. આ વરસાદ અત્યાર સુધીના જૂનમાં પડેલો પાંચમો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. ૧રર વર્ષમાં જૂનમાં સૌથી વધુ ૧ર ઈંચ વરસાદ ૧૯૮૦ માં પડ્યો હતો, જ્યારે સૌથી ઓછો માત્ર ૧.૭ મી.મી. વરસાદ ૧૯ર૩ માં નોંધાયો હતો. બીજી બાજુ સારા વરસાદના કારણે એક મહિનામાં ૯૭,૯૬૬ કરોડ લીટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઈ રહ્યું છે. બિપોરજોય વાવાઝોડા પછી ચોમાસાની ધમાકેદાર શરૃઆતના કારણે જૂનમાં રાજ્યના જળાશયોની સ્થિતિ સુધરી છે. રાજ્યના રપ૧ તાલુકા પૈકી ૧૧ર તાલુકામાં સિઝનનો રપ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની  ઝોનવાર ટકાવારી

કચ્છમાં સિઝનના સાડાઅઢાર ઈંચની સામે જૂનમાં સવાસોળ ઈંચ (૮૭.૩૩ ટકા) વરસાદ થયો છે. અંજાર, ગાંધીધામ, મુંદ્રા અને ભૂજમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનના ર૯ ઈંચ સામે જૂનમાં ૮ ઈંચ (ર૭.૬પ ટકા) વરસાદ થયો છે. ધાનેરામાં સૌથી વધુ ૬૧.રર ટકા વરસાદ સાથે પ૧ તાલુકા પૈકી ર૯ તાલુકામાં રપ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનના સાડાબત્રીસ ઈંચ સામે જૂનમાં સાડાપાંચ ઈંચ (૧૬.પ૯ ટકા) વરસાદ થયો છે. મહેમદાવાદમાં સૌથી વધુ ૪પ.પર ટકા વરસાદ સાથે ૬૪ તાલુકા પૈકી માત્ર ૯ તાલુકામાં રપ ટકાથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં સિઝનના ર૯ ઈંચ સામે જૂનમાં ૧ર ઈંચ (૪૧.૧૮ ટકા) વરસાદ થયો છે. જામનગરમાં સૌથી વધુ ૭૯.પ૮ ટકા વરસાદ સાથે ૮૦ તાલુકા પૈકી ૬૪ તાલુકામાં રપ ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનના પોણાસાંઈઠ ઈંચ સામે જૂનમાં સાડાબાર ઈંચ (ર૦.૮૧ ટકા) વરસાદ થયો છે. વાલોદમાં સૌથી વધુ ૪૦.ર૩ ટકા વરસાદ સાથે ૪૬ તાલુકા પૈકી માત્ર ૧૦ તાલુકામાં રપ ટકાથી વધુ વરસાદ થયો છે.

તારીખવાર વરસાદની આગાહી

તારીવાર જોઈએ તો તા. પ જુલાઈના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તા. ૭ જુલાઈના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, તા. ૮ જુલાઈના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિભારે જ્યારે પાટણ, અમદાવાદ, ભરૃચ, ડાંગ, તાપી, રાજકોટ અને મોરબીમાં ભારે વરસાદ અને તા. ૯ જુલાઈના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0