પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને સરકારી ભેટો (તોશાખાના કેસ) ગેરકાયદેસર રીતે વેચવા બદલ 3
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને સરકારી ભેટો (તોશાખાના કેસ) ગેરકાયદેસર રીતે વેચવા બદલ 3 વર્ષની જેલની સજા ફટકારી છે. જિલ્લા અને સેશન્સ કોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાનને દોષિત ઠેરવ્યા છે.
લાહોરમાંથી ધરપકડ
ઈમરાન વિરુદ્ધ ફેંસલો આવતા જ પાકિસ્તાન પોલીસે પણ કાર્યવાહી કરી છે. ઈમરાન ખાનની લાહોરથી ધરપકડ કરવામાં આવી છે.

કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ કેસમાં દોષિત ઠેરવવાથી ઈમરાન ખાનની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે. ઈમરાન નવેમ્બરની શરૂઆત પહેલા યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાગ લે તેવી શક્યતા ઓછી છે અને તે 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
શું છે તોશાખાના કેસ?
ઈમરાન ખાન પર 2018 અને 2022 વચ્ચે સરકારી ગિફ્ટ વેચીને પૈસા કમાવવાનો આરોપ હતો. આ ભેટ ઈમરાનને તેના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી. પાકિસ્તાનના કાયદા અનુસાર, આ ભેટોને સ્ટેટ ડિપોઝિટરી (તોશાખાના)માં રાખવાની હોય છે. જો કે, જો કોઈ પીએમ તેમને પોતાની સાથે રાખવા માંગે છે, તો તેણે હરાજી હેઠળ કિંમત ચૂકવવી પડશે.
આરોપ છે કે ઇમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને 5 કરોડ રૂપિયાથી વધુમાં વેચીને મોટો ફાયદો કર્યો હતો. આ ભેટોમાં મોંઘી કાર, પેન અને મોંઘી વીંટી પણ સામેલ હતી.
COMMENTS