ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે ઈન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું છે અને હવે આ ગઠબંધન ગુજરાતમાં જોડાણ કરીને 2024ની લોકસભાની ચૂંટણી લડશે. સીટોની વહેંચણી પણ તે પ્રમાણે કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ઓછામાં ઓછી 50 કરતાં વધુ સીટો પર મોટું નુકશાન થયું હતું. કોંગ્રેસના અનેક નેતાઓ હારી ગયા હતા અને ભાજપે 156 સીટો પર ઐતિહાસિક વિજય મેળવીને કોંગ્રેસના નેતા માધવવસિંહ સોલંકીનો 149 સીટ જીતવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
લોકસભાની ચૂંટણી પહેલાં તમામ વિપક્ષો મોદી સરકાર સામે એકજૂટ થઈ રહ્યા છે તે જોતાં પ્રાદેશિક સ્તરે પણ સીટો સાથેનું ગઠબંધન કરવામાં આવશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
COMMENTS