મણિપુરના માથે ફરી કાળી ટીલી, વધુ બે યુવતીઓને નિર્વસ્ત્ર ફેરવી બળાત્કાર ગુજારાયો બાદમાં કરાઈ હત્યા

HomeCountryNews

મણિપુરના માથે ફરી કાળી ટીલી, વધુ બે યુવતીઓને નિર્વસ્ત્ર ફેરવી બળાત્કાર ગુજારાયો બાદમાં કરાઈ હત્યા

ફરી એકવાર મણિપુરના માથે કાળી ટીલી લાગી ગઈ છે. યુવતીઓને નિર્વસ્ત્ર કરી રોડ પર ફેરવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો ટોળા દ્વારા બે આદિવાસી યુવતી

Alert News: વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથે ડિનર કરનાર આ અબજોપતિનું નિધન, મોતનું કારણ સ્પષ્ટ નહીં..
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બન્યુ હિંસકઃ શિંદે સરકાર વટહૂકમની તૈયારીમાંઃ બીડમાં કરફ્યૂ
પંચાયત વિભાગે નવા નિયમો કર્યા જાહેર, ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત

ફરી એકવાર મણિપુરના માથે કાળી ટીલી લાગી ગઈ છે. યુવતીઓને નિર્વસ્ત્ર કરી રોડ પર ફેરવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો ટોળા દ્વારા બે આદિવાસી યુવતીઓને નિર્વસ્ત્ર કરી ફેરવવામાં આવી હતી અને તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ લોકોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો છે.

મણિપુરનાં કાંગપોકપી જિલ્લાની અન્ય બે યુવતીઓ પર વંશીય હિંસાની વચ્ચે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી.

21 અને 24 વર્ષની પીડિત યુવતીઓ ઘટનાસ્થળથી લગભગ 40 કિમી દુર ઈમ્ફાલનાં કોનુંગ મમાંગ વિસ્તારમાં કાર ધોવાનું કામ કરી છે. ચોથી મેનાં રોજ આ યુવતીઓ પર ટોળા દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો.

કાર ધોતી બે યુવતીઓ પર પુરૂષોના મોટા ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમની સાથે કેટલીક મહિલાઓ પણ હતી. આ ઘટનાના સાક્ષી બનેલા પુરુષ સહકાર્યકરે મીડિયાને જણાવ્યું હતું કે ટોળામાં રહેલી મહિલાઓએ પુરુષોને પીડિતોને રૂમમાં લઈ જઈ તેમની સાથે જાતીય સંબંધ બાંધવા માટે ઉશ્કેર્યા હતા.

પીડિતાઓને ખેંચીને રૂમમાં લઈ જવામાં આવી હતી, લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને તેઓ ચીસો ન પાડે તે માટે તેમના મોઢા કપડાંથી બાંધી દેવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાક સુધી આ ભયાનક અત્યાચાર સહન કર્યા પછી, પીડિતાઓને બહાર ખેંચીને નજીકમાં લાકડાની મિલની બાજુમાં ફેંકી દેવામાં આવી હતી. તેઓના કપડા ફાટી ગયા હતા, તેમના વાળ વેરવિખેર થઈ ગયા હતા અને તેમના શરીર લોહીથી લથપથ હતા.

બન્ને યુવતીઓની ઓળખ થઈ શકી નથી પણ અન્ય મીડિયા રિપોર્ટમાં પીડિતાઓ પૈકીની એક પીડિતાની માતાએ 16 મેનાં જો સૈંકુલ પોલીસ સ્ટેશનમાં ઝીરો અવર્સથી એફઆઈઆર નોંધાવાની હિંમત કરી છે.

મહિલાએ ફરિયાદમાં જણાવાયું છે કે તેની દિકરી અને અન્ય યુવતી સાથે બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. આ ફરિયાદ પાછળથી ઈમ્ફાલના પૂર્વીય જિલ્લા પોરોમ્પેટ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

પોલીસે કહ્યું છે કે યુવતીઓના મૃતદેહો મળી આવ્યા નથી અને તેમના સરનામા અંગે કોઈ ભાળ મળી નથી. ટોળામાં અંદાજે 100-200 માણસો હોવાની શક્યતા છે.

આ એ જ પોલીસ સ્ટેશન છે જ્યાં બે મહિલાઓનું અપહરણ અને બળાત્કાર અને હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ભયાવહ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે અને દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0