પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને તેમના વકીલોને કહ્યું છે કે તેઓ તેમને એટોક જેલમાંથી બહાર કાઢે, કારણ કે હું એવી કોટડીમાં રહેવા મા
પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને તેમના વકીલોને કહ્યું છે કે તેઓ તેમને એટોક જેલમાંથી બહાર કાઢે, કારણ કે હું એવી કોટડીમાં રહેવા માંગતો નથી જ્યાં દિવસ દરમિયાન માખીઓ અને રાત્રે જંતુઓ હોય છે.
તોશાખાના કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં અને ત્રણ વર્ષની સજા પામેલા ઈમરાન ખાન નાખુશ અને ચિંતિત છે. હાલ તેઓ જેલમાં બંધ છે.
ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ 70 વર્ષીય ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.
ઈમરાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરીને દોષિત ઠેરવવાના નીચલી અદાલતનાં ફેંસલાને પડકાર્યો છે.
જિઓ ન્યૂઝ ચેનલે વકીલ વચ્ચેની મુલાકાતની જાણકારી રાખનારા સૂત્રોને ટાંકીને કહ્યું છે કે પાકિસ્તાન તેહરીકે ઈન્સાફ પાર્ટી(પીટીઆઈ)ના પ્રમુખે લીગલ ટીમને કહ્યું છે કે તેઓ જેલમાં રહેલા માંગતા નથી.
અધિકારીઓએ ઈમરાનને ટાંકીને અધિકારીઓએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાને કહ્યું કે મને અહીંથી બહાર કાઢો, હું જેલમાં રહેવા માંગતો નથી.
ખાનના વકીલ નઈમ હૈદર પંજોથાને સોમવારે જેલ સત્તાવાળાઓ દ્વારા તેમને મળવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પીટીઆઈના અધ્યક્ષને જોયા પછી વકીલે કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાનને સી-ક્લાસ જેલ સુવિધા આપવામાં આવી રહી છે.
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે પીટીઆઈના અધ્યક્ષે તેમના વકીલ સાથેની મુલાકાત દરમિયાન દિવસ દરમિયાન માખીઓ અને રાત્રિના સમયે જંતુઓ સાથે જેલના વાતાવરણને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના 2018 થી 2022 સુધીના વડા પ્રધાનપદનો દુરુપયોગ કરીને વિદેશની મુલાકાતો દરમિયાન મળેલી અને રૂ. 140 મિલિયન (USD 635,000) થી વધુની ભેટ ખરીદવા અને વેચવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.જોકે, ઈમરાન ખાને આરોપોનો ઈન્કાર કર્યો હતો.
એપ્રિલ 2022 માં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવ્યા પછી ભૂતપૂર્વ વડા પ્રધાનને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા, તેમણે જજ દિલાવરના ચુકાદાને અમાન્ય અને રદબાતલ જાહેર કરવાની માંગ કરીને ટ્રાયલ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
પીટીઆઈએ ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારૂક સમક્ષ ઈમરાન ખાનને એટોક જેલમાંથી અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે.
ઈમરાન ખાનની અગાઉ અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઈસ્લામાબાદમાં 9 મેના રોજ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે તેના સમર્થકો દ્વારા હિંસક વિરોધ થયો હતો. બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
ઈમરાન ખાન પર દેશભરમાં 140 થી વધુ કેસ છે અને તેના પર આતંકવાદ, હિંસા, નિંદા, ભ્રષ્ટાચાર અને હત્યા જેવા આરોપ છે.
COMMENTS