જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગના આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહને રેલવેએ સેવામાંથી બરતરફ કરી દીધો છે. ચેતન પર આરોપ છે કે તેણે ચાલતી ટ્રેનમાં
જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગના આરોપી RPF કોન્સ્ટેબલ ચેતન સિંહને રેલવેએ સેવામાંથી બરતરફ કરી દીધો છે. ચેતન પર આરોપ છે કે તેણે ચાલતી ટ્રેનમાં તેના વરિષ્ઠ ટીકારામ મીણા સહિત અન્ય ત્રણ મુસાફરોની ગોળી મારીને હત્યા કરી હતી. ગોળીબારમાં માર્યા ગયેલા રેલ્વે કર્મચારી ટીકારામ મીણા ઉપરાંત, મૃતકોની ઓળખ પાલઘરના અબ્દુલ કાદરભાઈ મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા (58), બિહારના મધુબનીના અસગર અબ્બાસ શેખ (48) અને સૈયદ એસ. (43) હાલ આરોપી ચેતન સિંહ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ચેતનનો ઈતિહાસ જાણીએ
આ પહેલીવાર નથી જ્યારે આરોપી કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરી પર આ પ્રકારના આરોપો લાગ્યા હોય. ભૂતકાળમાં પણ તેના પર ત્રણ વખત હેટ ક્રાઇમનો કેસ નોંધાયો છે. આમાં RPF ચોકી પર એક મુસ્લિમ વ્યક્તિની કથિત ઉત્પીડન સંબંધિત કેસનો પણ સમાવેશ થાય છે. પરંતુ જ્યારે આ મામલે રેલવેના વરિષ્ઠ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે તપાસને ટાંકીને કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો. આ ઘટના 2017માં બની હતી જ્યારે ચેતન આરપીએફ ડોગ સ્ક્વોડમાં સામેલ હતો.
જ્યારે ચેતન વિરૂદ્ધ તપાસ ચાલી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે વર્ષ 2011માં પણ તેણે હરિયાણાના જગાધરી ખાતે ફરજ બજાવતા સાથીદારના એટીએમ કાર્ડમાંથી 25,000 રૂપિયા ઉપાડી લીધા હતા, જેની પણ તપાસ કરવામાં આવી હતી.
આ પછી, ગુજરાતના ભાવનગરમાં પોસ્ટિંગ દરમિયાન સાથીદાર પર હુમલો કરવાનો મામલો પણ સામે આવ્યો હતો. જે બાદ વિભાગીય તપાસ સમિતિ બેઠી અને તપાસ બાદ ચૌધરીની અન્ય એકમમાં બદલી કરવામાં આવી હતી.
COMMENTS