અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માના એક્ઝિક્યુટિવ કેતન શાહની મેક્સિકોમાં હત્યા, લૂંટના ઈરાદે કરાયું ફાયરિંગ

HomeCountryGujarat

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માના એક્ઝિક્યુટિવ કેતન શાહની મેક્સિકોમાં હત્યા, લૂંટના ઈરાદે કરાયું ફાયરિંગ

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ માટે કામ કરતા 38 વર્ષીય એક્ઝિક્યુટિવ કેતન શાહની મેક્સિકો સિટીમાં $10,000 (અંદાજે રૂ. 8.30 લાખ)ની લૂંટ

સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 
સુપ્રીમ કોર્ટે આ શરતો પર અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, રિલીઝ ઓર્ડર પણ જારી
NCPના અસલી બોસ કોણ છે? ચૂંટણી પંચે શરદ પવાર પાસે પુરાવા માંગ્યા, જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ માટે કામ કરતા 38 વર્ષીય એક્ઝિક્યુટિવ કેતન શાહની મેક્સિકો સિટીમાં $10,000 (અંદાજે રૂ. 8.30 લાખ)ની લૂંટ કર્યા બાદ સશસ્ત્ર હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

કેતન શાહે ટોરેન્ટ ફાર્માની પેટાકંપની લેબોરેટરીઓસ ટોરેન્ટ એસએ ડી સીવીમાં ફાઇનાન્સ ડિરેક્ટરનો હોદ્દો સંભાળ્યો હતો. આ ઘટના શનિવારે મેક્સિકો સિટીની સિમોન બોલિવર સ્ટ્રીટ પર બની હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક ઈમરજન્સી સર્વિસ ઝડપથી દોડી આવી હોવા છતાં કેતન શાહના જીવને બચાવી લેવામાં નિષ્ફળતા મળી હતી.

કેતન શાહના પિતા પણ આ હૂમલામાં ઈજા પામ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે.

કેતન શાહ સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મા સાથે સંકળાયેલા હતા અને મે 2019 થી મેક્સિકો સિટીમાં જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને બે બાળકો છોડી ગયા છે.

એરપોર્ટ ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ઉપાડી લીધા બાદ તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે સશસ્ત્ર હુમલાખોરો બે મોટરસાયકલ પર તેમની પાછળ આવ્યા. હૂમલાખોરએ કેતન શાહની કાર પર સાત વખત ગોળીબાર કર્યો, જેના કારણે આ કમનસીબ ઘટના બની હતી.

મેક્સિકન સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી છે જ્યારે ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓ કેતન શાહના પરિવારને ભારતમાં સુરક્ષિત પરત લાવવા માટે પ્રયાસરત છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0