ગુજરાત એટીએસ દ્વારા રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓને ઝડપી લીધા બાદ રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી છે. રાજકોટ શહેરની સોની બજારમાં 60થી 70 હજાર જેટલ
ગુજરાત એટીએસ દ્વારા રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓને ઝડપી લીધા બાદ રાજકોટ પોલીસ એકશન મોડમાં આવી છે. રાજકોટ શહેરની સોની બજારમાં 60થી 70 હજાર જેટલા બંગાળી કારીગરો હાલમાં કામ કરી રહ્યા છે.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ તમામ બંગાળી કારીગરોમાંથી મોટાભાગના કારીગરોની નોંધણી ન તો સોની વેપારીઓ પાસે છે કે ન તો પોલીસ પાસે. ત્યારે હવે રાજકોટ પોલીસ હરકતમાં આવી છે અને જે પણ લોકો બંગાળી કારીગરોને દુકાન કે મકાન ભાડે આપે છે અને પોલીસને જાણ કરતા નથી તેની સામે ગુનો નોંધવાનું શરૂ કર્યું છે.
ગઈકાલે 16 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી ટીમ દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જ્યારે જાહેરનામુ બહાર પાડી દીધું છે ત્યારે આઈપીસી કલમ મુજબ નોંધણી ફરજિયાત થઈ ગઇ છે.
સમગ્ર મામલો ત્રણ અલકાયદાના આતંકવાદીઓ પકડાતા જ સમગ્ર શહેરનું વાતાવરણ ભયભીત થઈ ગયું છે.આવા સંજોગોમાં ગુજરાતમાં પરપ્રાંતીઓ આવી અને નોકરી એ લાગે છે પરંતુ સ્થાનિક વેપારીઓ કે નાગરિકેો તેમની નોંધણી કરાવતા નથી અને જ્યારે કોઈ અજુગતી ઘટના ઘટે ત્યારે આધાર પુરાવા વગર તંત્ર યોગ્ય કાર્યવાહી કરી શકતું નથી.
ત્રણ આતંકવાદીઓ રાજકોટથી પકડાયા તેનું મૂળ પુના ખાતે પકડાયેલ આતંકવાદીના ફોનમાં રાજકોટના આ ત્રણ કારીગરો ના નંબર અને તેની સાથેની ચેટ એટીએસ ગુજરાત એ સર્વેલન્સમાં મુકતા સમગ્ર ઘટના બહાર આવી હતી. શહેરના નાગરિકો હાલ એ પણ ચર્ચા કરી રહ્યા છે કે રાજકોટની હોટલમાં તથા બિલ્ડીંગોમાં નેપાળી કારીગરો પણ બહુ મોટા પ્રમાણમાં કામ કરે છે.
તેમની નોંધણી પણ ફરજિયાત થવી જોઈએ એ ઉપરાંત બિહાર મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કારીગરો પણ રોજગારી માટે બહુ મોટી સંખ્યામાં ગુજરાતમાં આવે છે.જાણવા મળ્યું છે કે રાજકોટ ખાતે અટલ સરોવરનું સરકારી કાર્ય કુર જોશમાં ચાલુ છે.
તેમાં પરપ્રાંતીય કારીગરો મોટા પ્રમાણમાં કામ કરે છે.પરંતુ તેના કોન્ટ્રાક્ટર પાસે તેના કારીગરોની નોંધણીનું રજીસ્ટર ઉપલબ્ધ નથી. જો સરકારી તંત્ર સાથે જોડાયેલું કાર્ય પણ યોગ્ય રીતે ન થાય તો સામાન્ય માણસ પાસે કેટલી આશા રાખી શકાય. નોંધણીનું કાર્ય કેવું છે કે તે સ્વયંભૂ હોવું જોઈએ લોકોની સલામતી સાથે સંકળાયેલ હોય દરેક લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
માત્ર પોલીસ તંત્ર પર આધાર રાખી અને યોગ્ય કામગીરી ન થાય તો તેની પર માછલા ધોવા તે પણ યોગ્ય નથી. પબ્લિક અને પોલીસ ઉપરાંત પોલિટિશિયન અને પ્રેસ તમામ લોકો સાથે મળી અને આ મુદ્દાને ગંભીરતાથી લઈ તમામ પરપ્રાંતીઓની નોંધણી થાય તે જોવું જોઈએ.
COMMENTS