કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે 2019ના માનહાનિ કેસમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. મોદી સરનેમ ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે 2019ના માનહાનિ કેસમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. મોદી સરનેમ કેસમાં પણ હાઈકોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીઓ યોગ્ય નથી. તેણે ભવિષ્યમાં આવી ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ.
કોઈને ગેરલાયક ઠેરવવાની અસર વ્યક્તિની સત્તા પર જ નહીં, મતદારો પર પણ પડે છે.

કોર્ટે કહ્યું કે ટ્રાયલ જજે મહત્તમ સજા સંભળાવી છે. જો સજા એક દિવસ પણ ઓછી થઈ હોત તો રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં ન આવ્યા હોત.
કોર્ટે કહ્યું કે ટ્રાયલ જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અંતિમ ચુકાદા સુધી દોષિત ઠેરવવાના આદેશ પર રોક લગાવવાની જરૂર છે.
COMMENTS