સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની 10 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી: ગઈ ચૂંટણીનાં પરિણામ જોતાં કેપી-કાદરી પેનલ ફરી એક વખત જીતની બાજી મારશે,ફોર્મ ભરવા રાફડો ફાટ
સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની 10 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી: ગઈ ચૂંટણીનાં પરિણામ જોતાં કેપી-કાદરી પેનલ ફરી એક વખત જીતની બાજી મારશે,ફોર્મ ભરવા રાફડો ફાટ્યો
(શાકીર મસ્તાન દ્વારા): સુરતની ધી ડિસ્ટ્રીક્ટ મુ્સ્લિમ એજ્યુકેશન સોસાયટી( એગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણી 10મી ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસ સુધી ઉમેદવારી ભરવા માટે રાફડો ફાટ્યો હતો. અને અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે. મુખ્યત્વે જંગ કેપી-કાદરી પેનલ અને ફારુક ચાંદવાલા સમર્થિત બગદાદી પેનલ વચ્ચે રહેવાનો છે. હવે 2021માં યોજાયેલી ચૂંટણીના આંકડા જોતાં કેપી-કાદરી પેનલનું પલડું ભારે હોવાનું જણાઈ આવી રહ્યું છે.
હાલની ચૂંટણીમાં સુરતનાં સિનિયર એડવોકેટ એંગ્લોના પૂર્વ પ્રમુખ ડો.નસીમ કાદરી સામે એંગ્લોનાં જ પૂર્વ સેક્રેટરી સૈયદ અહેમદ બગદાદીની પેનલ વચ્ચે મુખ્ય જંગ બની રહેવાનો છે. આ ઉપરાંત આ બન્ને વચ્ચે ત્રીજી પેનલ પણ રફીક સૈયદના નેતૃત્વમાં મેદાનમાં છે. ગઈ ચૂંટણીનાં આંકડા જોતાં પ્રમુખ પદે કેપી પેનલનાં મહેબુબ પલ્લાને 531 વોટ મળ્યા હતા. જ્યારે તેમની સામે ઉભા રહેલા તત્કાલીન પ્રમુખ ફારુક ચાંદીવાલાને 236 વોટ મળ્યા હતા. આમ કેપી પેનલના મહેબુબ પલ્લાનો તોતીંગ મતોથી વિજય થયો હતો.
બીજી બાજુ તત્કાલીન સેક્રેટરી અને હાલના પ્રમુખ પદના ઉમેદવાર સૈયદ અહેમદ બગદાદીની સામે એયુ સૈયદ ઉભા રહ્યા હતા. બન્ને વચ્ચે સેક્રેટરીની પોસ્ટ માટે થયેલી ચૂંટણીમાં એયુ સૈયદનો 167 મતોથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં અનુભવી અને 35 વર્ષથી સેવા કરતા આવેલા સૈયદ અહેમદ બગદાદીને 304 વોટ મળ્યા હતા, જ્યારે એયુ સૈયદને 471 વોટ મળ્યા હતા. આમ એયુ સૈયદની સામે સૈયદ અહેમદ બગદાદીનો ભૂંડો પરાજ્ય થયો હતો. મતદારોએ તેમને ફગાવી દીધા હતા.
આ આંકડા જોતાં ગઈ ચૂંટણીમાં કેપી પેનલને મળેલા વોટ અને ચાંદીવાલાની પેનલને મળેલા વોટનું માર્જિન વધુ છે. આ વખતે નસીમ કાદરી અને બગદાદી આમને સામને થઈ રહ્યા છે. ગઈ ચૂંટણીનાં આંકડા જોતાં આ વખતની ચૂંટણીમાં પણ કેપી-કાદરી પેનલનું પલડું ભારે જણાય છે. આંકડા પરથી માલમ થાય છે કે નસીમ કાદરીની સામે ફરી એક વાર સૈયદ અહેમદ બગદાદી પરાજ્ય પામે એવી શક્યતા પ્રબળ છે. ઈચ્છા-અનિચ્છાએ જૈફ વયે ચૂંટણી લડી રહેલા સૈયદ અહેમદ બગદાદીની સ્થિતિ વોટોનું સમીકરણો જોતાં અત્યંત કફોડી બની રહી હોવાનું જણાઈ આવે છે. તેઓ કારમા પરાજ્ય તરફ આગળ વધી રહ્યા હોવાનાં આંકડા પરથી સંકેત મળી રહ્યા છે. તેમનું કચ્ચરઘાણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ 29મી નવેમ્બર ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખ છે. હવે જોવાનું એ રહે છે કે અગાઉની ચૂંટણીનાં આંકડા જોતાં સૈયદ અહેમદ બગદાદી 29મી પહેલાં ફોર્મ ખેેંચે છે કે નહીં? ચૂંટણીના ગણિતમાં આંકડકીય રીતે બહુ ઓછા જાણીતા એયુ સૈયદ સામે તેઓ મોટા માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા અને હવે આ વખતે પણ તેઓ વધુ એક હારનો સામનો કરશે એવી શક્યતાને નકારી શકાતી નથી. નસીમ કાદરીની તરફેણમાં પ્રચંડ મોજું જોવા મળી રહ્યું છે. સૈયદ અહેમદ બગદાદીએ ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ એવી ચર્ચા પણ સુરતમાં ચાલી રહી છે. તો શું સૈયદ અહેમદ બગદાદી ફોર્મ પાછું ખેંચી લેશે કે કેમ તે એક મોટો સવાલ છે.
COMMENTS