માનહાનિનો કેસઃ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અરજી દાખલ કરી

HomeCountryGujarat

માનહાનિનો કેસઃ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અરજી દાખલ કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગુજરાત હા

શિમલામાં ભૂસ્ખલન થતાં શિવ મંદિર દટાયુંઃ નવનાં મોતઃ સોલનમાં વાદળ ફાટતા સાતનાં મોત
લોકસભા ચૂંટણી પહેલા રેલ્વેએ ભાડું ઘટાડ્યું, હવે 10 રૂપિયામાં 50 કિમીની મુસાફરી 
અમદાવાદ: ગૃહ પ્રધાન અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા નિર્ણય સામે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસ નેતાએ પોતાની અરજીમાં હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરી છે. વાસ્તવમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો આપતા ગુજરાત હાઈકોર્ટે માનહાનિના કેસમાં તેમને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા વિરુદ્ધ 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ સિવાય નીચલી કોર્ટના નિર્ણયમાં કંઈ ખોટું નથી.

આ મામલામાં રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે. પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે કોર્ટે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવો જોઈએ.

અગાઉ ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય સાચો અને કાયદેસર છે. આ આદેશમાં દખલ કરવાની જરૂર નથી. તેથી રાહુલ ગાંધીની માનહાનિના કેસમાં સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજી ફગાવી દેવામાં આવે છે. રાહુલ ગાંધી સામે આવા જ 10 વધુ કેસ પેન્ડિંગ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે તમારી સામે ઘણા અપરાધિક મામલા પેન્ડિંગ છે. આ હાલના કેસ પછી પણ તમારી સામે ઘણા કેસ છે. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તમારી સજા અન્યાયની વાત નથી. તમારી સજા સાચી છે અને અમે નીચલી કોર્ટના આદેશમાં દખલ નહીં કરીએ. એમ કહીને હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

આ સાથે જસ્ટિસ હેમંત પૂર્વાકની હાઈકોર્ટની એક સભ્યની બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, જનતાના પ્રતિનિધિ સ્વચ્છ ચારિત્ર્યનો હોવો જોઈએ.

સુરત કોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી

મોદી અટક કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બે વર્ષની સજાને સ્થગિત કરવાની રાહુલ ગાંધીની અરજી સુરત કોર્ટે 20 એપ્રિલે ફગાવી દીધી હતી. જેની સામે રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યું

કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ અરજી કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0