અજીત પવારને ફટકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો બળવાખોરોનો સાથ, શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા

HomeCountryPolitics

અજીત પવારને ફટકો, વધુ બે ધારાસભ્યોએ છોડ્યો બળવાખોરોનો સાથ, શરદ પવાર કેમ્પમાં પાછા ફર્યા

મહારાષ્ટ્રમાં રવિવારે થયેલાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ યુ-ટર્નની મોસમ ખીલી રહી છે. અમોલ કોલ્હે બાદ હવે વધુ એક વિધાનસભ્યએ અજિત પવારનો સાથે છોડીને

આરબીઆઈએ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.5 ટકા જાળવી રાખ્યું
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો, પાકિસ્તાની અરશદને પણ પાછળ છોડી દીધો
PM મોદીએ ઈજિપ્તના મુફ્તી-એ-આઝમ સાથે મુલાકાત કરી, ભારત-ઈજિપ્ત સંબંધો પર કરી ચર્ચા

મહારાષ્ટ્રમાં રવિવારે થયેલાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ યુ-ટર્નની મોસમ ખીલી રહી છે. અમોલ કોલ્હે બાદ હવે વધુ એક વિધાનસભ્યએ અજિત પવારનો સાથે છોડીને યુ ટર્ન લીધો છે. એટલું જ નહીં આ વિધાનસભ્યએ અજિત પવારની સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે.

અજિત પવારના સમર્થક વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલે પણ સોમવારે આપેલો ટેકો પાછો ખેંચી લઈને અજિત પવાર સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે અજિત પવારે ગઈકાલે કંઈ પણ જણાવ્યા વિના વિધાનસભ્યોની સહી લીધી હતી. અમે એમના પગલાં સાથે જરા પણ સહમત નથી.

દિલીપ મોહિતે પાટીલ બીજી જુલાઈના રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા અને આ સિવાય પણ એનસીપીના વિધાનસભ્ય મકરંદ પાટીલે પણ બગાવત કર્યાના બીજા જ દિવસે યુ-ટર્ન લઈને શરદ પવારની સાથે ઉભેલાં જોવા મળ્યા હતા. દિલીપ મોહિતે પાટીલની સાથે સાથે મકરંદ પણ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા બીજા દિવસે એટલે કે આજે શરદ પવારની કારમાં બેઠેલાં દેખાયા હતા.

આ બધા વચ્ચે એનસીપીએ શપથ લેનારા વિધાનસભ્યો લામે એક્શન લેતાં તેમને બરખાસ્ત કરી દીધા હતા. મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ જયંત પાટિલે આ બાબતે એવું જણાવ્યું હતું કે કોઈને પણ પાર્ટીના ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી નથી અને આવું કરનારા સામે લીગલ એક્શન લેવામાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0