મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખંચતાણ બાદ હવે બેંગ્લુરૃમાં ૧૩-૧૪ જુલાઈના રોજ યોજાનારી વિપક્ષી મહાજૂથની બેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીય
મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીમાં રાજકીય ખંચતાણ બાદ હવે બેંગ્લુરૃમાં ૧૩-૧૪ જુલાઈના રોજ યોજાનારી વિપક્ષી મહાજૂથની બેઠક પણ સ્થગિત કરવામાં આવી છે. જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ બેઠક મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, હાલ માટે આ બેઠક રદ્દ કરવામાં આવી છે.
સૂત્રો મુજબ હવે ૧૭, ૧૮ જુલાઈની આ બેઠક યોજાય તેવી સંભાવના છે. આ પહેલી વિપક્ષની બેઠકમાં જ નક્કી કરવામાં આવ્યંુ હતું કે, આવતા મહિને યોજાનારી બીજી બેઠકમાં તેને આખરી ઓપ આપવામાં આવશે. બીજી બેઠકમાં બેઠક વહેંચણી પર પણ ચર્ચા થવાની હતી. છેલ્લી બેઠકમાં સાથે મળીને ચાલવા પર સહમતી થઈ હતી. આ પછી હવે પછીની બેઠકમાં નક્કી થવાનું હતું કે કોણ ક્યાં ક્યાંથી લડશે.
COMMENTS