શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, 65 હજારની સપાટી કૂદાવી

HomeCountryNews

શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, 65 હજારની સપાટી કૂદાવી

શેરબજારમાં તેજી સાથે સેન્સેક્સે ઓલટાઈમ હાઈ ૬પ૦૦૦ ની સપાટી કૂદાવી હતી. નિફટીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ ધમાકેદાર તેજીના સંકેત પ્રી-ઓપનિંગમાં જ મળ્યા

ગુજરાતમાં ઠંડીનું મોજું: 11 શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું, નલિયા ઠંડુગાર
UCC પર કેન્દ્ર સરકારને ઝટકો, લાંબા સમય સુધી સાથ આપનારી પાર્ટી અકાલી દળનો વિરોધ
વર્લ્ડ કપનું નવું શિડ્યૂલ જાહેર: 9 મેચની તારીખો બદલાઈ: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ

શેરબજારમાં તેજી સાથે સેન્સેક્સે ઓલટાઈમ હાઈ ૬પ૦૦૦ ની સપાટી કૂદાવી હતી. નિફટીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ ધમાકેદાર તેજીના સંકેત પ્રી-ઓપનિંગમાં જ મળ્યા હતાં. બીજી તરફ નિફટીએ પણ પ્રથમ વખત સપાટી ૧૯રપ૦ ને પાર કરી હતી.

આજે શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. જો કે આ ધમાકેદાર તેજીના સંકેત પ્રી-ઓપનિંગમાં જ મળ્યા હતાં. માર્કેટના પ્રી-ઓપનિંગમાં નિફટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી અને બેંક નિફટી પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહી છે. શેરબજાર સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઉંચી સપાટીને સ્પર્શી રહ્યું છે. નિફટીએ પ્રથમ વખત સપાટી ૧૯રપ૦ ને પાર કરી છે અને બેંક નિફટીએ પ્રથમ વખત ૪પ,૦૦૦ ની સપાટી પાર કરી છે. પ્રથમ વખત સેન્સેક્સ ૬પ,૦૦૦ ને પાર કરીને નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં સેન્સેક્સમાં ૪૮૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.

સેન્સેક્સે પ્રથમ વખત ૬પ,૦૦૦ ની ઓલટાઈમ હાઈ સપાટીને પાર કરી છે. જે રોકર્ડ રોકાણકારો માટે તે ખૂબ જ આનંદનો સંકેત દર્શાવે છે. તે જ સમયે, બેંક નિફટી પણ ૪પ૦૦૦ ને વટાવીને નવી ટોચને સ્પર્શી ગઈ છે અને બેંક નિફટી હેઠળના મોટાભાગના બેંક શેરો ઝડપી ટ્રેડ કરી રહ્યાં છે. બજાર ખૂલ્યાની ૧૦ મિનિટમાં જ બીએસઈ સેન્સેક્સ ૩પ૮.૬૯ પોઈન્ટના વધારા સાથે ૬પ,૦૭૭.રપ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સના ૩૦ માંથી ર૦ શેરોમાં તેજી સાથે આગળ વધતા જોવા મળી રહ્યો છે અને ૧૦ શેરોમાં ઘટાડો નોંધાયો છે. જો કે, વધતા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ટોચ પર છે. જે ર ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહી છે.

ભારતીય શેરબજારની શરૃઆતથી સાથે બીએસઈનો ૩૦ શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૭.૬૦ પોઈન્ટના વધારા સાથે ૬૪,૮૩૬ પર ખૂલ્યો હતો. બીજી તરફ એનએસઈનો પ૦ શેરનો ઈન્ડેક્સ નિફટી રેકોર્ડ હાઈ પર ખૂલ્યો અને પ૭.૪પ પોઈન્ટસના વધારા સાથે ૧૯,ર૪૬.પ૦ પર ખુલવામાં સફળ રહ્યો છે.

સેન્સેક્સના ટોચના ૩૦ શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી, એચડીએફસી બેંક, એમ એન્ડ એમ, ટાટા સ્ટીલ, વિપ્રો, એનટીપીસી, એસબીઆઈ, ઈન્ફોસીસ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફિન સર્વ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, ટીસીએસ, આઈટીસીના શેર છે. જેમાં એચસીએલ ટેક, નેસલ, ઈન્ડસઈન્ડ બેંક, એશીયન પેઈન્ટસ અને એચયુએલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0