દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન દેખાયું હતું. આજે સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ મચી ગયો છે. નો ફલાય ઝોન છતાં ડ્રોન આવ્યું કેવી રીત
દિલ્હીમાં પીએમ મોદીના નિવાસસ્થાન ઉપર ડ્રોન દેખાયું હતું. આજે સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ મચી ગયો છે. નો ફલાય ઝોન છતાં ડ્રોન આવ્યું કેવી રીતે તેની તપાસ સાથે ડ્રોનની શોધખોળ શરૃ થઈ છે.
આજે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. એસપીજીએ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરતાં જ તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સવારે લગભગ પ વાગ્યે ડ્રોન ઊડતું દેખાતાં એસપીજીએ આ બાબતે નવી દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યારપછી તમામ અધિકારીઓએ ડ્રોનની શોધખોળ શરૃ કરી હતી.
વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન ઊડતું દેખાયું હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ તપાસમાં હજી કશું જ સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે પીસીઆર કોલ આવ્યો હતો કે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન ઉપર ડ્રોન જેવી વસ્તુ ઊડી રહી છે. જો કે, પોલીસે જ્યારે તપાસ કરી તો કશું મળ્યું ન હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, એર ટ્રાફિક કંટ્રોલને પણ કંઈ મળ્યું નથી.
પી.એમ. હાઉસ નો ફલાઈંગ ઝોન હેઠળ આવે છે. આવી સ્થિતિમાં પોલીસ તપાસમાં લાગેલી છે કે નો ફ્લાઈંગ ઝોનમાં ડ્રોન કોણ ઉડાવતું હતું કે, પછી તે ડ્રોન આ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યું…? હાલમાં આ મામલે વધુ વિગતોની રાહ જોવાય રહી છે.
COMMENTS