કેમ આ વખતે ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહીનામાં મે-જૂન જેવી ગરમી પડી રહી છે?

HomeCountryGujarat

કેમ આ વખતે ઓગસ્ટ-સપ્ટેમ્બરના મહીનામાં મે-જૂન જેવી ગરમી પડી રહી છે?

ઓગસ્ટ મહીનો પસાર થઇ ગયો, તે પછી સપ્ટેમ્બર મહિનામાં ઠંડકને બદલે અસહ્ય તાપ, ગરમી અને ભીષણ બફારાનો અનુભવ થઇ રહ્યો છે. દેશના હવામાન ખાતા દ્વારા અપાયેલી એ

સિટી લિંક-એકાઉન્ટ વિભાગ બાદ સુરત મહાનગરપાલિકાના મહેકમ ખાતામાંથી વિવાદાસ્પદ કમલેશ નાયકની હકાલપટ્ટી
જુનૈદ અને નાસિરને જીવતા ભૂંજી નાંખનારા મોનુ માનેસરની ગુરુગ્રામમાંથી ધરપકડ, રાજસ્થાન પોલીસને સોંપાયો
ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

ઓગસ્ટ મહીનો પસાર થઇ ગયો, તે પછી સપ્ટેમ્બર મહિનામાં ઠંડકને બદલે અસહ્ય તાપ, ગરમી અને ભીષણ બફારાનો અનુભવ થઇ રહ્યો છે. દેશના હવામાન ખાતા દ્વારા અપાયેલી એક માહિતી મુજબ વર્ષ 2022 બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં તાપમાન 9 ડિગ્રી જેટલું વધ્યું છે. એક તરફ ગરમી-બફારાથી લોકો પરેશાન થઇ રહ્યા છે તો બીજી તરફ પાકને પણ નુકશાન થઇ રહ્યું છે.

પહેલા કમોસમી વરસાદ, તે પછી સીઝન કરતા ઓછો વરસાદ અને ત્યારબાદ વરસાદને બદલે ભીષણ ગરમી પડવી આ બધા હવામાનના ગંભીર પરિવર્તનના લક્ષણો છે. જૂન-જુલાઇ બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે જેને કારણે ખેડૂતો સહિત વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. આઇએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રના મુજબ સપ્ટેમ્બરમાં હવે વરસાદ પડે તો પણ તે સામાન્ય ચોમાસા કરતા ઓછું રહી શકે છે.

આઇએમડી મુજબ વર્ષ 1901 બાદથી આ વર્ષનો ઓગસ્ટ સૌથી શુષ્ક રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં તાપમાન સામાન્ય કરતા વધુ મપાયું છે. ઓગસ્ટમાં દેશના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી કરતા વધુ રહ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનમાં આવેલા આ ફેરફારો જળવાયુ પરિવર્તનના વધી રહેલા પ્રકોપનો સંકેત છે. પહાડી રાજ્યોમાં પણ આ વખતે તાપમાન સામાન્યથી 3થી 5 ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે. તો સપ્ટેમ્બર શરૂ થયા બાદ તાપમાનમાં 38 થી 40 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે ઓગસ્ટમાં ઓછા વરસાદનું સૌથી મોટું કારણ વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનો સ્થિતિનું નિર્માણ છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાઈ સપાટીના તાપમાનમાં હવે હકારાત્મક તફાવત જોવા મળી રહ્યો છે જે અલ નીનોની અસરને ઉલટાવી શકે છે. તેમજ પૂર્વ દિશા તરફ વાદળોની હિલચાલ આગળ વધી રહી છે અને ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં પડી રહેલો વરસાદ ફરીથી ચોમાસાના આગમનમાં મદદ કરી શકે છે.

જો કે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આશા નથી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ જ રીતે સૂર્ય તપતો રહે, ભેજવાળું વાતાવરણ રહે તો સપ્ટેમ્બરમાં તાપમાનમાં વધુ વધારો થઇ શકે છે. સાથે જ કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વરસાદના પાણીમાં હાજર નાઈટ્રોજન સારા પાક માટે ખૂબ જ જરૂરી છે. પાણીના અન્ય સ્ત્રોતો વરસાદ તેમજ પાકની ગુણવત્તા જાળવવામાં સક્ષમ નથી. આથી બાજરી, તલ, ડાંગર, કપાસ, મગ, અડદની સાથે સાથે શાકભાજીના પાકને પણ પ્રતિકૂળ અસર થઈ છે. ગરમીમાં સતત વધારાને કારણે ભારત વિશ્વના સૌથી ગરમ દેશોમાં સમાવિષ્ટ થઇ રહ્યું છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન ગ્રૂપનું કહેવું છે કે માનવીય ગતિવિધિઓને કારણે થતા જળવાયુ પરિવર્તનને કારણે ભારતમાં હીટવેવનું જોખમ 30 ગણું વધી ગયું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0