સુરત મહાનગરપાલિકામાં કેટલાક અધિકારીઓ વર્ષોથી એક જ વિભાગમાં કામ કરી રહ્યા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષ
સુરત મહાનગરપાલિકામાં કેટલાક અધિકારીઓ વર્ષોથી એક જ વિભાગમાં કામ કરી રહ્યા છે. જેના કારણે સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો સમયાંતરે થતા રહે છે. કેટલાંક અધિકારીઓ પોતાનો ખાતો અન્ય કોઈની પાસે ન જાય તેના માટે આંતરિક રાજકીય રમત પણ રમતા હોય છે. જેના મેનેજમેન્ટને લઈને ઉભા થયેલા અનેક પ્રશ્નોને કારણે ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક પાસે જે ચાર્જ હતા તે ચાર્જ હવે ધીરે ધીરે લેવાના શરૂ કરી દેવાયા છે. વિવાદાસ્પદ અધિકારી તરીકેની છાપ ધરાવતા કમલેશ નાયક પાસેથી મહેકમ વિભાગનો પણ ચાર્જ છિનવી લેવામાં આવ્યો છે. અગાઉ તેમની પાસેથી સિટી લિંક અને એકાઉન્ટ વિભાગનો હવાલો પણ લઈ લેવામાં આવ્યો હતો.
કમલેશ નાયક પાસેથી મહેકમ વિભાગ છિનવી લઈ જીએએસ અધિકારી બીકે પટેલને સોંપવામાં આવ્યો છે. બીકે પટેલ થોડાંક જ સમય પહેલાં સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટેશન હેઠળ ફરજ પર મૂકવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવાએ લોકોને સુવિધા આપવાનો હેતુ કરતા ભ્રષ્ટાચાર કરવા માટે વધારે સરળ વિભાગ હતો. અલગ અલગ કોન્ટ્રાક્ટરો સાથે સીધી લીંક ધરાવતા અધિકારીઓ સુરત મહાનગરપાલિકાને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરાવતા હતા. નિયત કરેલા કિલોમીટર સુધી બસ ન દોડવી બસમાં બેઠેલા મુસાફરોને ટિકિટ ના આપવી. આ બાબતે વારંવાર વિપક્ષ દ્વારા પૂરાવા સાથે રજૂઆત કર્યા બાદ પણ ક્યારેય કોઈ પગલાં લેવાતા ન હતા.
કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયાની કટકી કરી લેતા અધિકારીઓ ચૂપચાપ તમાશો જોયા રાખતા હતા. આ વખતે કતરગામ વિસ્તારમાં થયેલા અકસ્માતની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ હતી. આખરે વર્ષોથી સિટી લીંકનો ચાર્જ કમલેશ નાયક પાસે હતો તે છિનવી લેવાયો હતો. જ્યારે સિટી લીંકનો ચાર્જ ડો. રાજેન્દ્ર એમ પટેલને સોંપાયો આવ્યો હતો.. જ્યારે એડમીનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે પી.આર. પ્રસાદને ચાર્જ મળ્યો આપવામાં આવ્યો હતો.
COMMENTS