hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

ભૂજનાં જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખે જાનનાં જોખમે સુરતમાં હત્યા કરવા માંગતા શખ્સને દબોચી લીધો, અઠવા પોલીસે નજીવી કલમો લગાડી

HomeGujarat

ભૂજનાં જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખે જાનનાં જોખમે સુરતમાં હત્યા કરવા માંગતા શખ્સને દબોચી લીધો, અઠવા પોલીસે નજીવી કલમો લગાડી

ચાર ઈસમો પૈકી ત્રણ ઈસમો તકનો લાભ લઈ ભાગી છૂટ્યા, એકની હત્યાના પ્રયાસને અટકાવાયો, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખને કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપવા રજૂઆત

નેપાળમાં મનંગ એરનું હેલિકોપ્ટર ક્રેશ થયું, હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત
“બિલ્કીસ બાનોના દોષિતોને જ રીલીઝ પોલિસીનો લાભ કેમ…?”: સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને સવાલ
પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો પર ધોંસ: ‘ટીવી પર આ સેલિબ્રિટીઓને બતાવાયા તો થશે કડક સજા’, સરકારે ચેનલોને આપી ચેતવણી

ચાર ઈસમો પૈકી ત્રણ ઈસમો તકનો લાભ લઈ ભાગી છૂટ્યા, એકની હત્યાના પ્રયાસને અટકાવાયો, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખને કોપ ઓફ ધ મંથનો એવોર્ડ આપવા રજૂઆત

પોલીસ વિભાગ માટે કાયમ મહેણું હોય છે કે પોલીસ ક્યારેય પણ ઘટનાઓને અટકાવવામાં નિષ્ફળ જાય છે પરંતુ સુરતમાં એક એવી ઘટના બની છે કે જેનાથી પોલીસ કોન્સ્ટેબલની જાંબાઝીને સલામ કરવાનું મન થાય. આ પોલીસ કોન્સ્ટેબલે એક માણસની હત્યા થતી જ અટકાવી નથી પણ પોલીસ તરીકે જાનને જોખમમાં મૂકીને સમાજ સેવાનો આદર્શ દાખલો પણ બેસાડ્યો છે. કમનસીબે સુરત પોલીસ હત્યા કરવા માંગતા શખ્સની સામે નજીવી કલમો લગાડતા ચર્ચાએ જોર પકડ્યું છે.

વિગતો મુજબ હાલમાં પશ્ચિમ કચ્છ ભૂજ ખાતે નોકરી કરતો આર્મ્ડ પો.કો. શકીલ મોહંમદ ઈસ્માઈલ શેખ (રહે, સલાબતપુરા, રેશમવાડ) 2-11-2023નાં રોજ પારિવારિક કામ અર્થે ચોકબજાર કમાલ ગલી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. પો.કો. શકીલ શેખની નોકરી ન હોવા છતાં પોલીસ કર્મચારી તરીકે તેણે સામાજિક ફરજ નિભાવીને કમાલ ગલીમાં ચારેક ઈસમો એક વ્યક્તિ પર ઘાતક હથિયારો સાથે જીલલેણ હૂમલો કરી રહેલાં ચારેક ઈસમો સાથે બાથ ભીડી હતી. પો.કો. શકીલ શેખે ચારેય ઈસમો સામે ઝીંક ઝીલતા એક ઈસમને ઝબ્બે કર્યો હતો જ્યારે બાકીના ત્રણ ઈસમો તકનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોતાના જાનને જોખમમાં મૂકીને પો.કો. શકીલ શેખે ઝનૂની ઈસમને ઝડપી અઠવા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો. આ અંગે આર્મ્ડ પો.કો. શકીલ શેખે પોલીસ કન્ટ્રોલ રુમ અને અઠવા પોલીસને સ્ટેશનમાં લેખિતમાં જાણ પણ કરી હતી.

સમગ્ર ઘટના અંગે પો.કો,શકીલ શેખે સુરતના પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પોતાની કેફિયત લેખિતમાં આપી છે. આર્મ્ડ પો.કો.શકીલ શેખે કરેલી રજૂઆતમાં અઠવા પોલીસ સ્ટેશન દ્વારા માથાભારે ઈસમની સામે નજીવી કલમો લગાડવામાં આવી હોવાનો અફસોસ પણ વ્યકત કર્યો છે તો સાથે સાથે “કોપ ઓફ ધ મંથ”ના અવોર્ડ માટે પો.કો.શકીલ શેખના નામની ભલામણ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.   

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0