અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ્ઞાનવાપીનો સર્વે: વીડિયોગ્રાફી કરાઈ

HomeCountry

અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ્ઞાનવાપીનો સર્વે: વીડિયોગ્રાફી કરાઈ

અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી જ્ઞાનવાપીમાં આજે સર્વે શરૃ કરાયો છે, તો બીજી તરફ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બપોરે નમાજના કારણે સ

ગુજરાતના 50 તાલુકાઓમાં વરસાદનાં એંધાણ: ગોધરામાં ચાર કલાકમાં ચાર ઈંચ
સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
ઓડિશાના બાલાસોરની ટ્રિપલ ટ્રેન દુર્ઘટના: ફરજમાં બેદરકારી બદલ રેલવેના સાત કર્મચારીઓ સસ્પેન્ડ

અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી જ્ઞાનવાપીમાં આજે સર્વે શરૃ કરાયો છે, તો બીજી તરફ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બપોરે નમાજના કારણે સર્વે અટક્યો છે, જે કદાચ બપોર પછી પુનઃ શરૃ થાય, તેવી સંભાવનાઓ જણાવાઈ રહી છે, જો કે આજે જ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થનાર હોવાથી તેના પર સૌની નજર મંડાયેલી છે.

અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી મળ્યા પછી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની ટીમે ગુરુવારે સવારે ૮ વાગ્યાથી વારાણસીના જ્ઞાનવાપી સંકુલનો સર્વે શરૃ કરી દીધો છે. આ વખતે એએસઆઈની ટીમમાં ૬૧ સભ્યો છે. એટલે કે છેલ્લી વખત કરતા ૪૦ સભ્યો વધુ છે. જ્ઞાનવાપી કેમ્પસ ૪ બ્લોકમાં વહેંચાયેલું છે. ચારે બાજુ કેમેરા લગાવામાં આવ્યા છે. વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. એએસઆઈની ટીમ સવારથી જ્ઞાનવાપી સ્થિત વજુ ખાના સિવાયના બાકીના વિસ્તારનો સર્વે કરી રહી છે. જ્ઞાનવાપીની પશ્ચિમ દીવાલ પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દીવાલનું ઝીણવટથી સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે. કલાકૃતિઓ જોવામાં આવી રહી છે. વીડિયોગ્રાફી પણ થઈ રહી છે.

હિન્દુ પક્ષ એએસઆઈની ટીમ સાથે અંદર ગયો હતો, પરંતુ મુસ્લિમ પક્ષે સર્વેમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો. મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપી સુધી પહોંચ્યો ન હતો. જુમાની નમાઝને ધ્યાનમાં રાખીને રાજ્યમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. જ્ઞાનવાપીની આસપાસ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે એએસઆઈને જ્ઞાનવાપીનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની પરવાનગી આપી હતી. જસ્ટિસ પ્રીતિંકર દીવાકરે કહ્યું, ‘ન્યાયના હિતમાં સર્વે જરૃરી છે. મને એ દલીલમાં કોઈ યોગ્યતા દેખાતી નથી કે એએસઆઈ દીવાલ ખોદ્યા વિના નિષ્કર્ષ પર પહોંચી શકે નહીં.’

મસ્જિદમાં અંજુમન એરેન્જમેન્ટ્સના જોઈન્ટ સેક્રેટરી એમ.એમ. યાસીને કહ્યું, ‘સવારની નમાઝમાં તાળું ખુલ્લુ હતું. હવે તે જુમાની નમાજ માટે ખુલ્લું રહેશે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની સર્વેને રોકવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, જેની આજે સુનાવણી થશે, અને તેના પર સૌની નજર મંડાયેલી છે.’

અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦ર૧ માં પાંચ મહિલાઓએ વારાણસીના સિવિલ જજની સામે એક અરજી દાખલ કરી. જેમાં દરરોજ મસ્જિદની બાજુમાં સ્થિત શૃંગાર ગૌરીની પૂજા અને મુલાકાત લેવાની પરવાનગી માંગવામાં આવી હતી. જ્ઞાનવાપી સર્વેમાં હિન્દુ ધર્મના પ્રતીકો એકત્રિત કરવામાં આવ્યા હતાં. જ્ઞાનવાપીના પ્રથમ દિવસના સર્વેમાં એએસઆઈની ટીમે હિન્દુ ધાર્મિક ચિન્હો એકત્ર કરી એક જગ્યાએ સંગ્રહ કર્યા હતાં. હિન્દુ સંભારણાઓની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સર્વે માટે એએસઆઈની ટીમને જ્ઞાનવાપીમાં ચાર ભાગમાં વહેંચવામાં આવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0