કેદારનાથના ગૌરીકુંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા તબાહીઃ 12 લોકો દટાયા

HomeCountry

કેદારનાથના ગૌરીકુંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા તબાહીઃ 12 લોકો દટાયા

કેદારનાથ રૃટ ઉપર ભેખડો ધસી પડતા તેમાં ૧ર દટાયા હોવાનું જાણવા મળે છે. ગૌરીકુંડમાં ભારે વરસાદથી તબાહી મચી છે, જેમાં દુકાનો તણાઈ ગઈ હોવાના અહેવાલો છે.

અનવારુલ હક કાકર પાકિસ્તાનના રખેવાળ વડાપ્રધાન બનશે, નવી ચૂંટણી સુધી રહેશે વડાપ્રધાન પદ પર
કપિલ સિબ્બલની ‘સરપ્રાઈઝ’ એન્ટ્રીથી કોંગ્રેસના નેતાઓ ચોંકી ગયા
ભારતની ઐતિહાસિક સિદ્વી, ચંદ્ર પર લહેરાયો તિરંગો, ઈસરોનાં ચંદ્રયાનનું ચંદ્ર પર સફળ ઉતરાણ

કેદારનાથ રૃટ ઉપર ભેખડો ધસી પડતા તેમાં ૧ર દટાયા હોવાનું જાણવા મળે છે. ગૌરીકુંડમાં ભારે વરસાદથી તબાહી મચી છે, જેમાં દુકાનો તણાઈ ગઈ હોવાના અહેવાલો છે.

ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના રૃદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રામાં મુખ્ય ટોપ ગૌરીકુંડમાં થયેલા ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. કાટમાળ પડતા ઘણી દુકાનો ધોવાઈ ગઈ હતી. જેમાં ૧૦-૧ર લોકો દટાયા અથવા દટાયા હોવાની આશંકા છે. એસડીઆરએફ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રૃદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં ૧૦ થી ૧ર લોકો દટાયા, વહી જવાની આશંકા છે. આ ઘટના ગઈકાલે રાત્રે ૧.૩૦ વાગ્યે ગૌરીકુંડ દાત પુલિયા પાસે બની હતી. મોડી રાત્રે ભૂસ્ખલનને કારણે બે દુકાનો અને એક હોલ ધોવાઈ ગયાના અહેવાલ છે. સેકટર ઓફિસર ગૌરીકુંડ, એનડીઆરએફ, એસડીઆરએફ ઘટના સ્થળે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર અને ડીડીઆરએફ ટીમ હેડકવાર્ટર સાધનો સાથે ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

ભારે વરસાદ અને ઉપરથી પડેલા પથ્થરોને કારણે શોધ અને બચાવ કાર્ય થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તમામ ટીમો સ્થળ પર હાજર છે. રૃદ્રપ્રયાગના એસપી ડો. વિશાખાએ કહ્યું, ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દલીપસિંહ રાજવારે જણાવ્યું કે, અમને માહિતી મળી છે કે ખડકો અને ભારે વરસાદને કારણે ૩ દુકાનોને અસર થઈ છે તરત જ સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ ૧૦-૧ર લોકો ત્યાં હાજર હતાં, પરંતુ તેઓ હજુ સુધી શોધી શકયા નથી.

ગૌરીકુંડ, જેનું નામ દેવી પાર્વતીના નામ પરથી રાખવામાં આવ્યું છે, તે એક યાત્રાધામ છે અને કેદારનાથ મંદિરની યાત્રા માટેના આધાર શિબિર તરીકે સેવા આપે છે. ભારે વરસાદને કારણે મંદાકિની નદીમાં ૫ાણી ભરાયા છે. જેના કારણે પોસ્ટલ પોલીસ સામે ભૂસ્ખલન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે લોકો દુકાનોમાં સૂતા હતાં.

અહેવાલો અનુસાર ગુમ થયેલાઓમાં નેપાળી અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થાય છે. ડિઝાસ્ટર ટીમે મોડી રાત્રે બચાવ કામગીરી શરૃ કરી હતી. જો કે વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે દિવસભર રૃદ્રપ્રયાગમાં ભારે વરસાદની આગાહી કરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0