hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

અજીબોગરીબ ઘટના: કોચ્ચિથી 175 મુસાફરો સાથે શારજાહ જવા ઊડેલું વિમાન આવ્યું પરત

HomeCountryNews

અજીબોગરીબ ઘટના: કોચ્ચિથી 175 મુસાફરો સાથે શારજાહ જવા ઊડેલું વિમાન આવ્યું પરત

એર ઈન્ડિયાના એક વિમાનમાં અજીબોગરીબ ઘટના બની હતી. કેરળના કોચ્ચિથી ૧૭પ મસાફરોને લઈને શારજાહ રવાના થયેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં ઘણી ગંધ અને બળવ

પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?
ઝારખંડ: ચર્ચાસ્પદ તબરેઝ અંસારી લિંચિંગ કેસમાં કોર્ટનો ચુકાદો, તમામ 10 દોષિતોને 10 વર્ષની સજા
ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ 

એર ઈન્ડિયાના એક વિમાનમાં અજીબોગરીબ ઘટના બની હતી. કેરળના કોચ્ચિથી ૧૭પ મસાફરોને લઈને શારજાહ રવાના થયેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં ઘણી ગંધ અને બળવાની ગંધ આવવાના કારણે તેને પાછા આવવું પડ્યું. આ દુર્ગંધનું કારણ વિમાનના કાર્ગો વિસ્તારમાં રખાયેલી ડુંગળીના એક ડબાને માનવામાં આવી રહ્યું છે. એરલાઈનના એક સૂત્રએ ગુરુવારે જણાવ્યું કે, બે ઓગસ્ટે અહીંથી શારજાહ માટે રવાના થયેલા એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે વિમાનમાં કંઈક બળવાની ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી. તે પછી અન્ય કેટલાક મુસાફરોએ પણ વિમાનમાં તીવ્ર ગંધ આવી રહ્યાનું જણાવ્યું હતું. તે પછી વિમાનને તકેદારીના ભાગરૃપે પાછું કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવું પડ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ એન્જિનિયરીંગની ટીમે વિમાનની તપાસ કરી અને પ્રાથમિક તપાસમાં ધૂમાડો કે ટેકનિકલ સમસ્યાઓનો કોઈ પુરાવો ન મળ્યો. સૂત્રએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, બની શકે કે વિમાનમાં લઈ જવામાં આવી રહેલી ડુંગળી કે શાકભાજીની ગંધ આવી રહી હોય.

સૂત્રએ જણાવ્યું કે, વિમાનની અંદર ગંધ મારતી હોવાની સૂચના અપાઈ હતી. એટલે તકેદારી માટે વિમાનને પાછું લાવવાનો નિર્ણય લેવાયો હતો. વિમાનમાં સવાર કોંગ્રેસના ધારાસભ્ય મેથ્યુ કુઝલનાદને કહ્યું કે, મુસાફરોમાં અસમંજસનો માહોલ હતો, પરંતુ વિમાનનું સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાયું. અંગત કામે શારજાહ જઈ રહેલા ધારાસભ્યએ કહ્યું કે, સાચું કહું તો હું વિમાનમાં બેઠો તે સાથે જ સૂઈ ગયો હતો, જો કે જ્યારે હું જાહેરાત થવા પર ઊઠ્યો તો લોકોમાં અસમંજસની સ્થિતિ હતી, જ્યારે કેપ્ટને જાહેરાત કરી કે, આપણે પાછા જઈ રહ્યા છીએ, તો બધા ચિંતિત થઈ ગયા અને થોડા ડરી ગયા હતાં.

એર ઈન્ડિયા એક્સપ્રેસએ અસુવિધા માટે ખેદ વ્યક્ત કરતા મુસાફરો માટે બીજા વિમાનની વ્યવસ્થા કરી, જે સવારે પ-૧૪ કલાકે રવાના થઈ હતી. એરલાઈને આ ગંધ વિમાનના કાર્ગો ક્ષેત્રમાં રાખેલી ડુંગળી કે શાકભજીથી આવી રહી હશે. પશ્ચિમ એશિયા જતા એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનોના કાર્ગો ક્ષેત્રમાં મોટી માત્રામાં શાકભાજી, ફળ અને ફૂલ લઈ જવામાં આવે છે. જે વિમાન કંપની માટે આવકનો એક સારો સ્ત્રોત પણ છે. સૂત્રએ જણાવ્યું કે, તેઓ ખાસ કરીને ખાડી દેશોમાં મુસાફરો ઉપરાંત ખેત પેદાશ પણ લઈ જાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0