ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ શકે છે, સ્થળ પણ બદલાઈ જવાની શક્યતા, જાણો કારણ

HomeSports

ભારત-પાકિસ્તાનની મેચની તારીખ બદલાઈ શકે છે, સ્થળ પણ બદલાઈ જવાની શક્યતા, જાણો કારણ

અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં, ૧પ ઓક્ટોબરથી નવરાત્રિ, સુરક્ષા એજન્સીએ શહેર અથવા તારીખ બદલવાનું સૂચન કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમ

દિલ્હીઃ યમુના ફરી ખતરાના નિશાનની પાર, લોકો રાહત છાવણીમાં, બોલ્યા, “ઘરો ડૂબી ગયા, રોજગાર ઠપ્પ”
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે 100 દવાઓ કરી સસ્તી, જાણો કોને મળશે ફાયદો?
પીએમ મોદીએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી

અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચ જોખમમાં, ૧પ ઓક્ટોબરથી નવરાત્રિ, સુરક્ષા એજન્સીએ શહેર અથવા તારીખ બદલવાનું સૂચન કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ઓડીઆઈ વર્લ્ડકપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બન્ને ટીમ વચ્ચે ૧પ ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમવાની છે. આ દિવસે નવરાત્રિનો તહેવાર પણ શરૃ થઈ રહ્યો છે. તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે.

બીજી તરફ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિએશન ઓફ વર્લ્ડ કપ વેન્યૂની ઈમર્જન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મિટિંગમાં મેચની નવી તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

સુરક્ષા એજન્સીએ કહ્યું કે નવરાત્રિ જેવો દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ મેચ માટે ટાળવો જોઈએ. મેચ માટે હજારો ચાહકો અમદાવાદ જશે. આ દિવસે નવરાત્રિના કારણે શહેરમાં ઘણ ભીડ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કારણે વિવિધ વિકલ્પો વિચારાઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સચિવ જય શાહે ર૭ મી જુલાઈએ એક બેઠક બોલાવી હતી. આ બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેમાં વર્લ્ડ કપની મેચ યોજી રહેલા તમામ સ્ટેટ એસોસિએશનના અધિકારીઓને બોલાવ્યા છે. માનવામાં આવે છે કે, બીસીસીઆઈ સુરક્ષાનો મુદ્દો સ્ટેટ એસોસિએશન સાથે ઊઠાવશે. આ બેઠકમાં સ્થળ અથવા તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

સ્ટેટ એસોસિએશનને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમામ વર્લ્ડ કપ એસોસિએશનને બેઠકમાં હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે અને લાગે છે કે તમામ સંબંધિત (રાજ્ય સંગઠનો) એ એકસાથે આવવું જોઈએ અને બોર્ડ દ્વારા સામનો કરવામાં આવી રહેલી સમસ્યા અંગે ચર્ચા કરવી જોઈએ અને નિર્ણય પર પહોંચવું જોઈએ.’

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ર૭ જૂને જ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ મેચ રમાઈ. અહીં પ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રમાશે. ૧પ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચની સાથે આ સ્ટેડિયમમાં ર અન્ય લીગ મેચ પણ યોજાશે. ટુર્નામેન્ટની ફાઈનલ પણ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.

જો સુરક્ષા એજન્સીના સૂચનને પગલે મેચનું સ્થળ કે તારીખ બદલવામાં આવે તો અમદાવાદમાં પ્રવાસનું આયોજન કરનારા ચાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ટુર્નામેન્ટની મેચ માટે ટિકિટનું વેંચાણ હજુ શરૃ થયું નથી, પરંતુ ચાહકોએ અમદાવાદમાં હોટલના રૃમ બુક કરવાનું શરૃ કરી દીધું છે.

આઈસીસી એ શેડ્યૂલ જાહેર કરતાની સાથે જ ભારત અને વિદેશના હજારો ચાહકોએ અમદાવાદમાં હોટલના રૃમ બુક કર્યા હતાં. હોટલ માલિકોએ અપેક્ષા મુજબ ભાડું વધાર્યું. આ જોઈને ચાહકોએ ૧પ મી ઓક્ટોબરની આસપાસ તારીખો માટે હોસ્પિટલ સુધી રૃમ બુક કરાવ્યા. હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે, લોકો ફૂલ બોડી ચેક-અપના નામે રૃમ બુક કરાવી રહ્યા છે. જો સ્થળ અથવા તારીખ બદલવામાં આવે તો મોટી સંખ્યામાં હોટેલ અને હોસ્પિટલના રૃમ બુકીંગ રદ્ થવાની સંભાવના છે, કારણ કે જ્યાં પણ મેચ રિશેડ્યૂલ કરવામાં આવે તો ચાહકો ભારત-પાક. મેચ જોવા માટે ત્યાં પહોંચવા માગે છે.

ર૦૧૬ ટી-ર૦ કપ પણ ભારતમાં યોજાયો હતો. ત્યારપછી ભારત-પાકિસ્તાન મેચનું સ્થળ બદલવું પડ્યું હતું. બન્ને ટીમ વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ ૧૯ માર્ચે ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી. વિરાટ કહોલીની ફિફટીના આધારે ભારતે આ મેચ ૬ વિકેટે જીતી લીધી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0