“ભાજપ નેતા કિરીટ સોમૈયાનો પોર્ન વીડિયો રિઅલ છે”: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવો વળાંક!

HomeCountryPolitics

“ભાજપ નેતા કિરીટ સોમૈયાનો પોર્ન વીડિયો રિઅલ છે”: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવો વળાંક!

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના કથિત અશ્લીલ વીડિયો કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની ટીમ સોમૈયાના આ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે.

‘મોદી’ સરનેમ કેસ: ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેવિયેટ ફાઇલ કરી
ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર
અજીત પવાર સાથે 32 ધારાસભ્યો, શરદ પવાર સાથે આવ્યા આટલા ધારાસભ્યો: કાકા-ભત્રીજા પૈકી NCP કોની?

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના કથિત અશ્લીલ વીડિયો કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની ટીમ સોમૈયાના આ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે. હવે પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે કિરીટ સોમૈયાનો વાંધાજનક વીડિયો મોર્ફ નથી. જો કે, સોમૈયાએ આ વીડિયો પાછળ મોટું ષડયંત્ર હોવાનો આરોપ લગાવીને તપાસની માંગ કરી હતી.

અહેવાલો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસ ટીમને વીડિયોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તે અસલી છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી નથી. મુંબઈ પોલીસ હવે આ વીડિયો કોણે અને શા માટે વાયરલ કર્યો તેની તપાસ કરી રહી છે. ગયા અઠવાડિયે, ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનો એક કથિત વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. સોમૈયાનો આ કથિત વીડિયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વીડિયોથી ફેલાઈ રાજકીય સનસનાટી

17 જુલાઈના રોજ, એક મરાઠી ન્યૂઝ ચેનલે કિરીટ સોમૈયાનો કથિત વીડિયો બતાવ્યો. જે બાદ કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે વીડિયોની સત્યતાની તપાસ થવી જોઈએ. તેમણે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. સોમૈયાએ પત્રમાં કહ્યું હતું કે તેણે કોઈ મહિલાનું શોષણ કર્યું નથી.

આ મામલો મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ આક્રમક વલણ અપનાવ્યું હતું. વિધાન પરિષદમાં તેમણે કહ્યું કે, ભાજપના નેતાએ ED અને CBIનો ડર બતાવીને ઘણી મહિલાઓને બ્લેકમેલ કરી છે. નેતા પાસે CISF સુરક્ષા છે. આ સુરક્ષાનો ઉપયોગ મહિલાઓને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમણે સોમૈયાનો 8 કલાકનો વાંધાજનક વીડિયો હોવાનો દાવો કર્યો હતો અને સ્પીકર નીલમ ગોરને પેનડ્રાઈવ આપી હતી.

મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો

જે બાદ રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા. ફડણવીસે સ્પષ્ટપણે કહ્યું છે કે આ મામલે કોઈ દબાણ કે કોઈ છૂપાવશે નહીં. ઉચ્ચસ્તરીય તપાસ બાદ સત્ય સામે આવશે. બીજી તરફ રાજ્યના મહિલા આયોગે પણ મુંબઈ પોલીસને સોમૈયા પ્રકરણની તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે

આ પછી, કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ને સોંપવામાં આવી છે અને અધિકારીઓની દેખરેખ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે સંબંધિત ન્યૂઝ ચેનલનો પણ સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી સંબંધિત વીડિયો માંગ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે નિષ્ણાતોએ કિરીટ સોમૈયાના વિડિયોની ઝીણવટભરી તપાસ કરી છે અને વિશ્લેષણમાં વિડિયો અસલી હોવાનું જાણવા મળ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0