hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યમાં એક જ દિવસમાં 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 એમઓયુ થયાં

HomeGujaratBusiness

મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્યમાં એક જ દિવસમાં 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 એમઓયુ થયાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨

ગુજરાતની સોલાર ઊર્જાની ક્ષમતા 10,133 મેગા વોટને આંબી ગઈ: કેન્દ્રીય વીજ મંત્રી
જમ્મૂ-કાશ્મીર: પૂંચમાં માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ હિઝબુલ કમાન્ડર તરીકે થઈ
મમતાની પાર્ટી TMCના ઉમેદવારોની યાદી જાહેર,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નામોનો સમાવેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા એમઓયુ બુધવાર, ૨૬મી જુલાઇએ ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.

તદઅનુસાર, એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ એમઓયુ કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ જીઆઇડીસી ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.

ઉદ્યોગમંત્રી  બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ સીઇઓ એમડી વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.આ એમઓયુ અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક એમઓયુ રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા એમઓયુ અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.

આ એમઓયુ કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો.રાજ્યમાં લેબર પીસ અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્‌સના એક્સપાન્?શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું.

સાણંદ જીઆઇડીસી ફેઝ-૨માં ૨૦૨૪-૨૫ સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટેના આ જે ૬ એમઓયુ થયા છે તેમાં, એન્જિનિયરીંગ સેક્ટરમાં આર્સેલર મિત્તલ નિપ્પન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડ, ઈન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા લિમિટેડ અને ટેરેક્સ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બાયો જેનોમિક્સ લિમિટેડ તથા બાયોટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડનો અને ટેક્ષટાઈલ સેક્ટરમાં વર્લ્ડ વાઈડ સેફ્ટી પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

આ એમઓયુ સાઈનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન જીઆઇડીસીના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્ડેક્ષ બી નાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0