પશ્ચિમી વસ્ત્રો સામે તાલિબાનોએ ટાઈ(નેક્ટાઈ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી કહ્યું કે ટાઈ ક્રિશ્ચિયન ક્રોસનું પ્રતિક છે અને અફઘાનિસ્તાનમાં ટાઈ પર પ્રતિબ
પશ્ચિમી વસ્ત્રો સામે તાલિબાનોએ ટાઈ(નેક્ટાઈ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી કહ્યું કે ટાઈ ક્રિશ્ચિયન ક્રોસનું પ્રતિક છે અને અફઘાનિસ્તાનમાં ટાઈ પર પ્રતિબંધ મૂકી દેવાનું આહવાન કર્યું છે.
સ્થાનિક ટોલો ટીવી પર વાત કરતાં પ્રમુખ મોહમ્મદ હાશિમ શહીદ કહ્યું કે નેક્ટાઈ પહેરવી શરિયતના કાયદાની વિરુદ્વ છે. અફઘાન મુસ્લિમ ડોક્ટર અથવા એન્જિયરો ટાઈનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે ટાઈ શું છે? આ એક ક્રોસ છે. શરિયતમાં આદેશ આપવામાં આવ્યો છે કે આને સમાપ્ત કરવામાં આવે.

નોંધનીય છે કે ઓગષ્ટ 2021થી તાલિબાનનાં સત્તામાં આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહીનાં સામનાનાં ડરે લોકોએ પશ્ચિમી પહેરવેશને સંપૂર્ણપણે છોડી દીધા છે. જોકે, હજુ પણ કેટલાક કોલરવાળા અને ટાઈવાળા કપડાં પહેરતા જોવા મળે છે.
તાલિબાનોએ પુરુષો માટે કોઈ નિયમ લાગુ કર્યા નથી. તાજેતરમાં અફઘાની યુવકને જિન્સ પહેરવા બદલ માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ માટે ફરજિયાતપણે હિજાબ અથવા ઈસ્લામી વસ્ત્ર અબાયા અથવા નકાબ પહેરીને જ બહાર નીકળવાનો આદેશ છે. આ ઉપરાંત મહિલાઓએ હાથમાં મોજા પહેરેલા હોવા જોઈએ. જે મહિલાઓ પાલન નથી કરતી તેમને જાહેરમાં કોરડા વિંઝવામાં આવે છે.
COMMENTS