પંચાયત વિભાગે નવા નિયમો કર્યા જાહેર, ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત

HomeGujarat

પંચાયત વિભાગે નવા નિયમો કર્યા જાહેર, ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત

ગુજરાત સરકારના પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે, અત્યાર સુધી ધો. ૧ર પાસ પર પરીક્ષા લેવાતી હતી, તેના બદલે તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે

પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે, માત્ર તેઓ જૂઠ બોલવાનું બંધ કરે: કોંગ્રેસ
મેટા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર 33 અમેરિકી રાજ્યોએ દાખલ કર્યો કેસ
Alert News:દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય, હવે તમે દારૂની બોટલો સાથે મેટ્રોમાં મુસાફરી કરી શકશો

ગુજરાત સરકારના પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે, અત્યાર સુધી ધો. ૧ર પાસ પર પરીક્ષા લેવાતી હતી, તેના બદલે તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે.

ગુજરાતમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત થયું છે. જેમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા છે. અત્યાર સુધી ધો. ૧ર પાસ પર પરીક્ષા લેવાતી હતી. તથા તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે. વય મર્યાદા ૩૩ વર્ષથી વધારીને ૩પ વર્ષ કરાઈ છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટીની ભરતી માટે લાયક ગણાશે. તલાટીની ભરતીના નિયમોની દરખાસ્ત ઘણાં સમયથી પેન્ડિંગ હતી. હવે દરખાસ્તને મંજુરી મળી જતા નવા નિયમ અમલી બનશે.

તલાટી-કમ-મંત્રીએ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે.

એપ્રિલ-ર૦૧૦ માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીની અલગ અલગ કેડર બનાવવામાં આવી. જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાને લગતી કામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી તથા પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

ગ્રામ પંચાયત મંત્રીનો સંવર્ગ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલો હોય છે. સરકાર દ્વારા મહેસુલી તલાટીઓની અલગથી ભરતી કરાતાં આ વિવાદો વધેલ છે. ગ્રામ પંચાયત મંત્રી (તલાટી-કમ-મંત્રી) સંવર્ગના કર્મચારીઓ દ્વારા વારંવાર મહેસૂલી તલાટી સંવર્ગનો વિરોધ દર્શાવી. સરકારની કામગીરી નહીં કરવા ચીમકીઓ આપવામાં આવે છે. પંચાયત મંત્રીઓ દ્વારા થોડા સમય પહેલા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવાની રાજ્યવ્યાપી હડતાલ કરવામાં આવેલ હતી. જેના પગલે ખેડૂતો તથા ગ્રામ્ય લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ હોવાનું મનાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1