ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ 

HomeGujarat

ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર, સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ 

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકનું વાવેતર થયું હોવાનું રાજ્યના

ગાઝામાં મૃત્યુઆંક વધીને 2,215 થયો,724 બાળકોનો સમાવેશ: મંત્રાલય
કલમ 376 પર હાઈકોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું,”મહિલાઓ બળાત્કાર કાયદાનો હથિયારની જેમ ઉપયોગ કરે, એ ખોટું છે”
અફઘાનિસ્તાનમાં પ્રચંડ ભૂકંપથી મોટી માનવ ખુવારી, મૃત્યુઆંક 2400થી વધુ, કાટમાળમાં ફેરવાયા શહેરો

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકનું વાવેતર થયું હોવાનું રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાઘવજી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતુ કે, જીરાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે.

ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. એટલે કે, ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58 ટકા જેટલો વધારો નોંધાયો છે.

પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉં પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. રાજ્યમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

પ્રધાને વધુમાં કહ્યું હતું કે, રવી પાકનું સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.03 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર નોંધાયેલ છે. રવી ઋતુમાં હાલની સ્થિતિએ કૃષિ પાકોનું વાવેતર સંતોષકારક રીતે થયું છે, તેમ જ સમગ્ર રાજ્યમાં પાકની પરિસ્થિતિ પણ એકંદરે સારી છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1