કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ઘટાડો કરાયો છે. જ્યારે ઘરેલું ગેસના બાટલાના ભાવોમાં કોઈ ફેરફાર કરાયો નથી. કેન્દ્ર સરકારે 19 ગ્રામવાળા કોમર્શિય
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ઘટાડો કરાયો છે. જ્યારે ઘરેલું ગેસના બાટલાના ભાવોમાં કોઈ ફેરફાર કરાયો નથી.
કેન્દ્ર સરકારે 19 ગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટાડ્યો છે. 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39 રૃપિયાનો ઘટાડો થયો છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1796. 50 રૃપિયા, મુંબઈમાં 1749 રૃપિયા, કોલકાતામાં 1908 રૃપિયા અને ચેન્નાઈમાં 1968.50 રૃપિયા હતો. હવે ભારતમાં 39 રૃપિયાનો ઘટાડો થયો છે. જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
આ પહેલા પહેલી ડિસેમ્બરના 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સિલિન્ડરનો ભાવ 21 રૃપિયા વધારવામાં આવ્યો હતો. તે પહેલા 16 નવેમ્બરના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 57 રૃપિયા ઘટાડવામાં આવ્યા હતાં.
છેલ્લા કેટલાક સમયથી લગભગ દર મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. વારંવાર સિલિન્ડરના રેટ રિવાઈઝ કરવામાં આવ્યા છે. ઘરેલું સિલિન્ડરની વાત કરીએ તો તેના રેટમાં ઓગષ્ટ બાદથી કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી વખત 30 ઓગષ્ટ 2023 ના રોજ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમત 200 રૃપિયા ઓછી કરવામાં આવી હતી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ ઘરેલું એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 903 રૃપિયા, કોલકાતામાં 929 રૃપિયામાં અને મુંબઈમાં 902.50 રૃપિયામાં મળે છે.
COMMENTS