hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

કોરોનાનો ફરી ફૂંફાડોઃ દેશમાં સોમવારથી અત્યાર સુધીમાં 11 દર્દીના મોત

HomeCountry

કોરોનાનો ફરી ફૂંફાડોઃ દેશમાં સોમવારથી અત્યાર સુધીમાં 11 દર્દીના મોત

કોરોનાએ ફરીથી ફૂંફાડો મારતા દેશમાં સમોવારથી અત્યાર સુધીમાં 11 દર્દીઓના મોત થયા છે. નવું વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે. દેશભરમા

મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીને મોટી રાહત, સુરત કોર્ટના હુકમ પર સ્ટે, લોકસભામાં થશે રિ-એન્ટ્રી, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો
ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા CM સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની લેશે મુલાકાત
મેક્સિકોમાં પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 18 ના મોત, 6 ભારતીયો પણ કરી રહ્યા હતા મુસાફરી

કોરોનાએ ફરીથી ફૂંફાડો મારતા દેશમાં સમોવારથી અત્યાર સુધીમાં 11 દર્દીઓના મોત થયા છે. નવું વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે.

દેશભરમાં ફરી એકવાર કોરોનાનો કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા કેસોથી લોકોનું ટેન્શન પણ વધી ગયું છે. 7 મહિના પછી, કોરોનાને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. તે જ સમયે કોવિડનું નવું સ્વરૃપ પણ વધી રહ્યું છે. આ અંગે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ છે.

કેન્દ્રએ રાજ્ય સરકારોને માર્ગદર્શિકા જાહેર કરી છે. તમામ અધિકારીઓ કોવિડને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. નિષ્ણાંતો લોકોને ગભરાવાની સલાહ આપી રહ્યા છે. અધિકારીઓ લોકોને તમામ નિયમોનું પાલન કરવા વિનંતી કરી રહ્યા છે.

આરોગ્ય વિભાગ કોરોનાના નવા પ્રકાર, જેએન-1 ના ફેલાવાને રોકવા માટે પ્રયાસ કરી રહ્યું છે. નવુ વેરિયેન્ટ અત્યાર સુધીમાં ચાર રાજ્યોમાં ફેલાયું છે. બીજી તરફ અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ પણ ચેતવણી આપી છે. આગામી સમયમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે.

હાલમાં, ભારતમાં સાત મહિના પછી કોવિડના કારણે મૃત્યુમાં વધારો જોવા મળ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં 11 દર્દીઓના મોત થયા છે. ગુરૃવારે 7 દર્દીઓના મૃત્યુ થયા હતાં. આ સાથે સક્રિય કેસ પણ વધીને 2, 669 થઈ ગયા છે. ગુરૃવારે 594 નવા કેસ નોંકાયા હતાં. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. જો દિલ્હીની વાત કરીએ તો હાલમાં ત્રણ એક્ટિવ કેસ છે.

નવા પ્રકારને કારણે ચાર રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં આ અઠવાડિયાની શરૃઆતમાં મહારાષ્ટ્રમાં એક પણ એક્ટિવ કેસ નહોતો. હવે અહીં 45 એક્ટિવ કેસ છે.

કેરળમાં 2,341 કર્ણાટકમાં 92 અને તમિલનાડુમાં 89 છે. કેરળમાં દરરોજ સરેરાશ 150 થી વધુ નવા કેસ આવી રહ્યા છે. જ્યારે આ બંને રાજ્યોમાં 8-9 નવા કેસ નોંધાઈ રહ્યા છે. મૃત્યુ પામેલા દર્દીઓમાં 3 દર્દીઓ કેરળના અને 2 દર્દીઓ કર્ણાટકના હતાં. એક દર્દી પંજાબનો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 2