ભારતીય રેલ્વેએ આજે રેલ્વેમાં મુસાફરી કરતા લોકોને એક ખુબ જ સારા સમાચાર આપ્યા છે. રેલવેએ વંદે ભારત ટ્રેન અને એસી ચેર કાર ટ્રેનનું ભાડું ઘટાડવાનો નિર્
ભારતીય રેલ્વેએ આજે રેલ્વેમાં મુસાફરી કરતા લોકોને એક ખુબ જ સારા સમાચાર આપ્યા છે. રેલવેએ વંદે ભારત ટ્રેન અને એસી ચેર કાર ટ્રેનનું ભાડું ઘટાડવાનો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડના આદેશ અનુસાર, રેલવે ટૂંક સમયમાં એસી ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસ અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિતની લક્ઝરી ટ્રેનોના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનોમાં વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તે જોતા રેલ્વે મંત્રાલયે એસી સીટીંગવાળી ટ્રેનના ભાડામાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
કેમ લેવાયો નિર્ણય?
રેલવે દ્વારા આ નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. તેની પાછળનું મોટું કારણ એ છે કે વંદે ભારત સહિત દેશની ઘણી લક્ઝરી ટ્રેનોમાં ભાડું સામાન્ય ટ્રેનોની સરખામણીમાં બમણાથી વધુ છે. એટલા માટે લોકો સીટોની ઉપલબ્ધતા પછી પણ આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું ટાળે છે. તે જ સમયે, રેલ્વેના સંચાલનમાં રેલ્વેને નિયમિતપણે ખર્ચ કરવો પડે છે. આ કારણે રેલવેએ આ નિર્ણય લીધો છે.
શું છે રેલવેની દરખાસ્ત?
રેલ્વે બોર્ડે રેલ્વેના વિવિધ ઝોનને છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકાથી ઓછી સીટ ઓક્યુપન્સી ધરાવતી ટ્રેનોને કન્સેશન આપવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. રેલ્વેએ કહ્યું કે ભાડામાં આ ઘટાડો ટ્રેનોમાં સીટ ભરવાના આધારે કરવામાં આવશે. આ ઉપરાંત, ભાડું પરિવહનના સ્પર્ધાત્મક મોડ્સ પર પણ નિર્ભર રહેશે.
રેલવે ઘણા દિવસોથી સમીક્ષા કરી રહ્યું હતું
ભારતીય રેલ્વે તેના કાફલામાં વંદે ભારત અને તેજસ જેવી સેમી સ્પીડ અને લક્ઝરી ટ્રેનો સતત ઉમેરી રહી છે. પરંતુ ઓછી આવક ધરાવતા વર્ગના લોકો મોંઘી ટિકિટને કારણે આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું ટાળતા હતા. આ કારણે આ ટ્રેનોમાં સીટો સતત ખાલી રહી હતી. ઓછા મુસાફરો ધરાવતી કેટલીક ટૂંકા અંતરની વંદે ભારત ટ્રેનોના ભાડા સમીક્ષા હેઠળ હતા. જેથી કરીને ભાવમાં ઘટાડો કરી શકાય અને લોકો માટે તેને વધુ વ્યવહારુ બનાવી શકાય.
COMMENTS