જમ્મુ કાશ્મીરના પુંછમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા, LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

HomeCountry

જમ્મુ કાશ્મીરના પુંછમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા, LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. પૂંછમાં પણ 17મી જુલાઈથી 23મી જુલાઈની રાત્રે ભારતીય સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરન

G20નો પ્રારંભ: પીએમ મોદીની નેમ પ્લેટમાં જોવા મળ્યું “ભારત”, બોલ્યા, યુક્રેન યુદ્ધે વિશ્વાસની ખાઈને ઊંડી કરી
યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોતઃ ગાઝીપુરમાં દફનવિધિ
જ્ઞાનવાપી મસ્જિદમાં ASI દ્વારા સર્વે કરવા પર 26 જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે

ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. પૂંછમાં પણ 17મી જુલાઈથી 23મી જુલાઈની રાત્રે ભારતીય સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરની પોલીસ સાથે મળીને ઘૂસણખોરોને ધૂળ ચાટતા કરી દીધા છે. પુંછમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બે ઘૂસણખોરોને ઠાર કર્યા છે.

ભારતીય સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે ઘૂસણખોરો માર્યા ગયા હતા અને 17 જુલાઇ 23 ની રાત્રે પૂંછ સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. હાલમાં પણસર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના કનેક્શન બદલ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે આ અધિકારીઓને આતંકવાદીઓને માલ-સામાન પહોંચાડવા અને આતંકવાદી ફંડ એકત્રિત કરી આપવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે.

સૂત્રોનું માનીએ તો આ કેસની તપાસમાં ત્રણેય અધિકારીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. એક આરોપી કાશ્મીર યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન ઓફિસ તરીકે કામ કરતો હતો. તપાસમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે તે ISI માટે કામ કરતો હતો. અન્ય એક આરોપીને 2006માં જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. તે પાકિસ્તાની સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્યોના સંપર્કમાં હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0