G20નો પ્રારંભ: પીએમ મોદીની નેમ પ્લેટમાં જોવા મળ્યું “ભારત”, બોલ્યા, યુક્રેન યુદ્ધે વિશ્વાસની ખાઈને ઊંડી કરી

HomeCountry

G20નો પ્રારંભ: પીએમ મોદીની નેમ પ્લેટમાં જોવા મળ્યું “ભારત”, બોલ્યા, યુક્રેન યુદ્ધે વિશ્વાસની ખાઈને ઊંડી કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધે વિશ્વમાં વિશ્વાસનો અભાવ વધુ ઊંડો બનાવ્યો છે અને ભારત સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે તે

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCનો વિજય ડંકો,જાણો ભાજપ-કોંગ્રેસની સ્થિતિ
વીડિયો: ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્રયાન-3નાં વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ફરી સોફ્ટ લેન્ડિંગ
સુરતઃ સુવાલીના દરિયા કિનારેથી 4.50 કરોડની કિંમતનું ચરસ મળ્યું, માછીમારોએ પોલીસને કરી જાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધે વિશ્વમાં વિશ્વાસનો અભાવ વધુ ઊંડો બનાવ્યો છે અને ભારત સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે તે એકબીજામાં વિશ્વાસમાં પરિવર્તિત થાય. પીએમ મોદીની નેમ પ્લેટમાં ભારત જોવા મળ્યું હતું.

રાજધાની દિલ્હીમાં ‘ભારત મંડપમ’ ખાતે G20 નેતાઓની સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 21મી સદી વિશ્વને નવી દિશા આપવાનો સમય છે.

તેમણે કહ્યું, “હવે તે સમય છે જ્યારે જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરે છે અને તેથી આપણે આપણી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે માનવ-કેન્દ્રિત અભિગમ સાથે આગળ વધવું પડશે.”

PM મોદીએ કહ્યું, “કોવિડ-19 પછી વિશ્વમાં વિશ્વાસના અભાવનું મોટું સંકટ ઊભું થયું છે. યુદ્ધે વિશ્વાસની આ અભાવને વધુ ઊંડી બનાવી છે. જો આપણે કોવિડ-19ને હરાવી શકીએ, તો આપણે વિશ્વાસ ગુમાવવાના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ.”

તેમણે કહ્યું, “ભારત, G20 ના પ્રમુખ તરીકે, સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે તેઓ વિશ્વાસના અભાવને એકબીજામાં વિશ્વાસમાં પરિવર્તિત કરે. આ સમય સાથે મળીને આગળ વધવાનો છે.” વડા પ્રધાને કહ્યું કે આ ભારતમાં લોકોનું G20 બની ગયું છે અને 60 થી વધુ શહેરોમાં 200 થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1