સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. જ્યાંથી જુગાર રમી રહેલા લોકો સહિત કુલ 39 લોકોની ધરપકડ ક
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. જ્યાંથી જુગાર રમી રહેલા લોકો સહિત કુલ 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2.81 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
SMCએ સુરતનાં સિનેમા રોડ, ક્રિષ્ના ટોકીઝ પાસે, મહિધરપુરા ખાતે ધમધમી રહેલા જુગારધામ પર દરોડો:પાડ્યો હતો. મહિધરપુરા પોલીસની હદમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
1,31,680ની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે 1,19,000ની કિંમતના 32 મોબાઈલ પણ જપ્ત કરાયા હતા અને એત ગાડીને પણ કબ્જામાં લીધી હતી.કુલ 2,81,090નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.
જુગારનો અડ્ડો ચલાવનારા અને બેગમપુરા, તુલસી ફળિયા, મહિધરપુરા રહેતો મુખ્ય સૂત્રધાર યુસુફ ગુલામ ખાન પઠાણ ઉર્ફે યુસુફ ભાયા અને રેશમવાડ,સલાબતપુરા ખાતે રહેતો ઈમરાન રઉફ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે.SMCના પીએસઆઈ વી એન પંડ્યા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.
COMMENTS