સુરત: વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશ રાણાનો 6493 વોટથી વિજય, AAPની ડિપોઝીટ ડૂલ

HomeGujaratPolitics

સુરત: વોર્ડ નંબર-20ની પેટાચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર રાજેશ રાણાનો 6493 વોટથી વિજય, AAPની ડિપોઝીટ ડૂલ

સુરત મહાનગરપાલિકાનાં વોર્ડ નં-20 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ રાણાનો 6493 વોટથી ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ બીજા નંબરે રહી છે જ્યારે આપના

મુંબઈમાં વિપક્ષની બેઠક પર સૌની નજર; એજન્ડામાં 2024ની ચૂંટણી માટે ગઠબંધનનો લોગો, બેઠકોની વહેંચણી
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCનો વિજય ડંકો,જાણો ભાજપ-કોંગ્રેસની સ્થિતિ
અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

સુરત મહાનગરપાલિકાનાં વોર્ડ નં-20 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ રાણાનો 6493 વોટથી ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ બીજા નંબરે રહી છે જ્યારે આપના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ છે.

 વોર્ડ નંબર-20માં ભાજપે રાણા સમાજમાંથી રાજેશ રાણાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસ શૈલેષ રાયકાને ટિકિટ આપી હતી. આ ઉપરાંત પેટા ચૂંટણીમાં 21 અપક્ષો ઉભા હતા. 21માંથી 18 અપક્ષો મુસ્લિમ સમાજમાંથી ઉભા હતા.

વોટની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર રાજેશ રાણાને 14761 વોટ મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાને 8268 વોટ મળ્યા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ પાસિયાવાલાને 2047 વોટ મળ્યા હતા. આ સિવાય અપક્ષો કુલ 2138 વોટ લઈ ગયા હતા. નોટામાં 476 વોટ ગયા હતા.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0