પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCનો વિજય ડંકો,જાણો ભાજપ-કોંગ્રેસની સ્થિતિ

HomeCountryNews

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં TMCનો વિજય ડંકો,જાણો ભાજપ-કોંગ્રેસની સ્થિતિ

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે યોજાયેલી ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીના પરિણામો આવવાનાં શરુ થઈ ગયા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મત ગણતરી માટે તમામ ક

RSS માટે કોઈ પરાયું નથી, મુસ્લિમો પણ આપણા જ છે અને અહીં જ રહેવાના છેઃ મોહન ભાગવત
સુરતની એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો સપાટો,પ્રમુખ પદે નસીમ કાદરી, મંત્રી પદે અબ્દુલ હય મુલ્લા ચૂંટાયા
15 કિમી દુર સુધી નહીં આવવું પડે, સુરત મહાનગરપાલિકા સચિનમાં શરુ કરશે 50 બેડની હોસ્પિટલ

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે યોજાયેલી ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીના પરિણામો આવવાનાં શરુ થઈ ગયા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મત ગણતરી માટે તમામ કેન્દ્રો પર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. દરમિયાન, ડાયમંડ હાર્બરમાં એક કાઉન્ટિંગ સેન્ટરની બહાર દેશી બોમ્બ વિસ્ફોટ થયો હતો. શનિવારે પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઘણી હિંસા થઈ હતી.

પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કઈ પાર્ટી આગળ છે, જાણો શું છે ટીએમસી, ભાજપ-કોંગ્રેસની હાલત

TMC – 1218
ભાજપ-288
LF-110
INC – 136
ISF-14
OTH – 44

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 27 લોકોના મોત થયા હતા. હિંસા બાદ સોમવારે લગભગ 700 બૂથ પર ફરીથી મતદાન પણ થયું હતું. ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની કુલ 73,887 બેઠકોના પરિણામો આવવાનાં શરુ થઈ ગયા છે. આવશે. ગઈકાલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ દિલ્હી પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. શાસક ટીએમસીનું કહેવું છે કે હિંસા માટે વિપક્ષ જવાબદાર છે કારણ કે તૃણમૂલ ચૂંટણી જીતી રહી છે. ભાજપે આ મોત માટે ટીએમસી સરકારને જવાબદાર ગણાવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0