ભારતમાં વિવિધ ધર્મોની વચ્ચે ઈસ્લામનુ અનોખું અને ગૌરવનું સ્થાન: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ

HomeCountry

ભારતમાં વિવિધ ધર્મોની વચ્ચે ઈસ્લામનુ અનોખું અને ગૌરવનું સ્થાન: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ

સાઉદી અરેબિયાના વિદ્વાન અને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી-જનરલ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા સાથે કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA

How to cheat at gossip movies and get away with it
ગુજરાતમાં પ્રથમવાર થશે ફિલ્મફેર એવોર્ડનું આયોજન,ફિલ્મ ડેસ્ટિનેશન સ્ટેટ તરીકે ગુજરાતને પ્રમોટ કરાશે
ગુજરાતમાંથી ભાજપના ત્રણેય ઉમેદવાર રાજ્યસભા માટે બિનહરિફ ચૂંટાયા, વીસમી જુલાઈએ થશે શપથવિધિ

સાઉદી અરેબિયાના વિદ્વાન અને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી-જનરલ મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા સાથે કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું કે ભારતમાં વિવિધ ધર્મોની વચ્ચે ઈસ્લામ એક અનોખું અને ગૌરવનું સ્થાન ધરાવે છે અને ભારતીય મુસ્લિમ વસ્તી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન(OIC) ના 33 દેશોની સમકક્ષ છે. ભારત એવી સંસ્કૃતિઓ અને ધર્મોનું સુમેળ રહ્યું છે જે સદીઓથી સદ્દભાવ અને સહ-અસ્તિત્વ સાથે રહે છે.

નોંધનીય છે કે ઓઆઈસી એક એવું ઓર્ગેનાઈઝેશન છે જેમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન સહિતના અન્ય દેશોનો સમાવેશ થાય છે.

અજીત ડોભાલે કહ્યું કે ભારત લોકશાહીની માતા અને સૌથી મોટી લોકશાહી છે. સંસ્કૃતિઓ અને વિવિધ જાતિઓનું મિશ્રણ પણ રહ્યું છે.

તેમણે કહ્યું કે ભારત વિશ્વભરમાંથી ત્રસ્ત થયેલા લોકો માટે અભયારણ્ય રહ્યું છે. તેમણે કહ્યું કે એક ગૌરવપૂર્ણ રાજ્ય તરીકે ભારત સમયના પડકારોને પહોંચી વળવા સહિષ્ણુતા, સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં માને છે.

NSA એ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક આતંકવાદમાં ભારતીય નાગરિકોની સંડોવણી ઓછી છે.
અજીત ડોભાલે વધુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત ખૂબ જ જવાબદાર શક્તિ છે, પરંતુ જ્યારે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનો સામે કડક કાર્યવાહીની જરૂરિયાત અનુભવાઈ ત્યારે અમે અમારા રાષ્ટ્રીય હિતમાં આતંકવાદનો નાશ કરવા આગળ આવ્યા.

તેમણે કહ્યું કે ભારતને સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધો પર ગર્વ છે, કારણ કે આ સંબંધો સહિયારા સાંસ્કૃતિક મૂલ્યો પર આધારિત છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1