સુરતની પ્રતિષ્ઠિત ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ( એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે બગદાદ
સુરતની પ્રતિષ્ઠિત ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ( એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)ની ચૂંટણીમાં કેપી કાદરી પેનલનો ભવ્ય વિજય થયો છે. જ્યારે બગદાદી-ચાંદીવાલા પેનલનો પરાજય થયો છે. કેપી કાદરી પેનલના તમામ વિજેતા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી વિજયનાં વધામણા કર્યા હતા.
કેપી કાદરી પેનલના પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ ડો.નસીમ કાદરીએ બગદાદી-ચાંદીવાલા પેનલના પ્રમુખ પદના ઉમેદવાર સૈયદ અહેમદ બગદાદીને 112 વોટથી પરાજ્ય આપ્યો હતો. ખૂબજ પ્રતિષ્ઠાભરી આ ચૂંટણીમાં એડવોકેટ ડો.નસીમ કાદરી ત્રીજીવાર પ્રમુખ પદે ચૂંટાયા છે.
આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલા મતદાનમાં કુલ 1329 મતદારો પૈકી 842 મતદારો એટલે કે 63.36 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ પદે વિજેતા થયેલા નસીમ કાદરીને 444 વોટ મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર સૈયદ અહેમદ બગદાદીને 332 વોટ મળ્યા હતા, આમ 112 વોટથી સૈયદ અહેમદ બગદાદી ચૂંટણી હારી ગયા હતા.
આ ઉપરાંત ઉપપ્રમુખ-ગ્રેજ્યુએટ વિભાગમાં કેપી કાદરી પેનલના એડવોકેટ ઈકબાલ મલીક (રાજુ મલીક)ને 370 વોટ અને શબ્બીર કાગઝીને 468 વોટ મળ્યા હતા.ઉપપ્રમુખ-નોન ગ્રેજ્યુએટ વિભાગમાં પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પદના ઉમેદવાર મહેબૂબ પલ્લાને 464 વોટ મળ્યા હતા.
મહત્વના ઘટનાક્રમમાં કેપી કાદરી પેનલમાં હોદ્દેદારોમાં સૌથી વધુ વોટથી સેક્રેટરી પદના ઉમેદવાર અબ્દુલ હય મુલ્લા વિજેતા બન્યા હતા. અબ્દુલ હય મુલ્લા સુરત મહાનગર પાલિકાના પૂર્વ અધિકારી છે. તેમને 492 વોટ મળ્યા હતા.
જોઈન્ટ સેક્રેટરીમાં ગ્રેજ્યુએટ વિભાગમાં અયાઝ ચામડીયાને 472 વોટ અને જોઈન્ટ સેક્રેટરી નોન ગ્રેજ્યુએટ વિભાગમાં હયાત ખાન માસ્ટરને 463 વોટ મળ્યા હતા.
એસડીએમઈએસની કારોબારી સમિતિ(મેનેજિંગ કમિટી)માં પણ કેપી કાદરી પેનલે સપાટો બોલાવ્યો હતો. કેપી કાદરી પેનલના કારોબારી ઉમેદવારોમાં હનીફ દાલચાવલવાલા-572,અનીસ દેસાઈ-479, મુસ્તાક ગોલંદાઝ-496, ઐયુબ કાપડીયા-428, હકીમચીચીવાલા ડો.પરવેઝ હકીમ-536, લુલાત ઈલ્યાસ(ઈલ્યાસ 500, એડવોકેટ જાવીદ મીર્ઝા-516,મુખતાર શેખ-433, અસલમ પઠાણ(મોબાઈલવાલા)-407,હાજી અલી સૈયદ-477, હફીઝ શેખ-381 અને અન્ય એક ઉમેદવારને 477 વોટ મળ્યા હતા. આમ કેપી કાદરી પેનલના તમામ 14 કારોબારી સભ્યો વિજેતા બન્યા હતા.
કેપી કાદરી પેનલની જીત પાછળ સુરત હલાઈ મેમણ સમાજના પ્રમુખ આસીફ બિસ્મીલ્લાહ હોટલવાલા, બિઝનેસમેન ઈરફાન ચામડીયા, સુન્ની વહોરા સમાજના કાસીમ ભામ, મોરબી ટંકારા સમાજના સુલેમામ તેજાબવાલા, મોમીન સમાજ, સિંધી સમાજ, પટની સમાજ, મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ, યુપી-બિહારી મુસ્લિમ સમાજ સહિતના સમાજોના આગેવોનોનો મહત્વનો સિંહફાળો રહ્યો હતો. જ્યારે સુરતના સિનિયર નેતા શૌકત મુન્શીની જહેમત લેખે લાગી હતી. શૌકત મુન્શીએ લાગલગાટ સભાઓ ગજવી હતી અને પેનલને વિજયી બનાવવા માટે અથાક પ્રયાસો કર્યા હતા.
COMMENTS