hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobet

સેન્સેકસ 70 હજાર પોઈન્ટને પારઃ શેરબજાર ઓલ ટાઈમ હાઈઃ ગ્લોબલ માર્કેટમાં પણ તેજી

HomeBusiness

સેન્સેકસ 70 હજાર પોઈન્ટને પારઃ શેરબજાર ઓલ ટાઈમ હાઈઃ ગ્લોબલ માર્કેટમાં પણ તેજી

શેરબજારે આજે એટલે કે સોમવારે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસ પ્રથમ વખત ૭૦ હજારને પાર કરીને ૭૦,૦૪૮ના સ્તરે સ્પર્શ્યો હતો. નિ

કલમ 376 પર હાઈકોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું,”મહિલાઓ બળાત્કાર કાયદાનો હથિયારની જેમ ઉપયોગ કરે, એ ખોટું છે”
 નાના બાળકોને શરદી અને ઉધરસ માટે અપાતા આ કફ સિરપ પર ભારતે પ્રતિબંધ મૂક્યો
ટિ્‌વટરને મોટો ઝટકો, કેન્દ્ર વિરુદ્ધની અરજી ફગાવી 50 લાખનો દંડ ફટકાર્યો

શેરબજારે આજે એટલે કે સોમવારે ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસ પ્રથમ વખત ૭૦ હજારને પાર કરીને ૭૦,૦૪૮ના સ્તરે સ્પર્શ્યો હતો. નિફટી પણ ર૧,૦૧૯ ના સ્તરને સ્પર્શ્યો હતો. અગાઉ શુક્રવાર (૮ ડિસેમ્બર)ના પણ શેરબજાર ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. આજે સેન્સેકસ ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૯,૯રપ પર ખુલ્યો હતો. નિફટીમાં પણ ૮ર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે ર૦,૯૬પ ના સ્તરે ખૂલ્યો હતો. શરૃઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસના ૩૦ શેરોમાંથી ૧૭માં વધારો અને ૧૩માં ઘટાડો જોવા મળ્યો હતો.

ગ્લોબલ બજારોમાંથી સારા સંકેતો, એશિયામાં મજબૂતી જોવા મળી રહી છે, શુક્રવારે અમેરિકન બજારોમાં તેજી રહી હતી. એસએન્ડ પી પ૦૦ ઈન્ડેકસ સતત છઠ્ઠા સપ્તાહે તેજી સાથે આ વર્ષે નવી ટોચે પહોંચ્યો. સતત ૬ દિવસના ઘટાડા બાદ ક્રૂડમાં રિકવરી આવી છે. કિંમત રટકા થી વધુ વધીને લગભગ ડોલર ૭૬ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા શુક્રવારે શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેકસ ૬૯,૮૯૩.૮૦ ના સ્તરને સ્પર્શ્યો, જ્યારે નિફટી ર૧,૦૦૬.૧૦ ના સ્તર પર પહોંચ્યો. જો કે, ટ્રેડિંગના અંતે સેન્સેકસ ૩૦૩.૯૧ પોઈન્ટ વધીને ૬૯.૮રપ.૬૦ પર બંધ થયો હતો. તેમજ નિફટી પણ ૬૮.રપ પોઈન્ટ વધીને ર૦,૯૬૯.૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેકસના ૩૦ શેરોમાંથી ૧૯ વધી રહ્યા હતા અને ૧૧માં ઘટાડો રહ્યો હતો.

રપ જુલાઈ, ૧૯૯૦ ના રોજ બીએસઈ સેન્સેકસ પ્રથમ વખત ૧ હજારના સ્તરને સ્પર્શ્યો હતો. ૧ હજારથી ૧૦ હજાર સુધી પહોંચવામાં લગભગ ૧૬ વર્ષ લાગ્યા (૬ ફેબ્રુઆરી ર૦૦૬) પરંતુ ૧૦ હજારથી ૭૦ હજાર સુધીની સફર માત્ર ૧૭ વર્ષમાં પૂર્ણ થઈ હતી.

સેન્સેકસ શેરોમાંથી, ઈન્ડસ્ઈન્ડ બેંક, ટાટા મોટર્સ, એસબીઆઈ, કોટક બેંક અને એચસીએલ ટેક લીલામાં ખુલ્યા હતાં. જ્યારે એશિયન પેઈન્ટસ, સન ફાર્મા, એમએન્ડએમ ટાઈટન, અને મારૃતિ કટ સાથે ખુલ્યા હતાં.

શુક્રવારે જીક્યુજી પાર્ટનર્સે ઓપન માર્કેટ દ્વારા રૃા. ૧,૬૭ર કરોડના સોદામાં કંપનીમાં પ ટકા જેટલો હિસ્સો ખરીદ્યા પછી જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ ટકા વધ્યું હતું.

નિફટીમાં કોલ ઈન્ડિયાના શેરમાં ૧.૬ર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંકના શેર ૧.પ૯ ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ઓએનજીસીના શેરમાં ૧.ઘપ્ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે યુપીએલના શેર ૧.૩ર ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. કોટક બેંકના શેરમાં એક ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડો. રેડ્ડીઝના શેર નિફટીમાં લગભગ ૬ ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે એશિયન પેઈન્ટસ સિપ્લા, સન ફાર્મા, અને એમએન્ડએમ ના શેરમાં એક ટકાથી પણ ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 3