આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ
- આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ
- ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો
- કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ
આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે.
ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
COMMENTS