પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખના માથે છે બિમાર પુત્રની સારસંભાળ, સુરત બદલી માટે ડીજીપી અને સુરત પોલીસ કમિશનર દાખવે દયાભાવ

HomeGujarat

પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખના માથે છે બિમાર પુત્રની સારસંભાળ, સુરત બદલી માટે ડીજીપી અને સુરત પોલીસ કમિશનર દાખવે દયાભાવ

પોલીસ ખાતામાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓના ધક અને પરિવાર હોય છે. તેમના પણ માનવતાની ભાવના હોય છે અને ફરજપરસ્તી માટે ફના થવાની ખેવના હોય છે. ગુજરાત પ

આજતક ન્યુઝ ચેનલના સંજયસિંહ રાઠોડ અને સંદેશ ન્યુઝ ચેનલના આઝમ સાલેહ વિરુધ્ધ ગુનો નોંધાયો
વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો
વેરાવળના દરિયાકાંઠેથી ઝડપાયું સાડા ત્રણસો કરોડનું હેરોઈન

પોલીસ ખાતામાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મીઓના ધક અને પરિવાર હોય છે. તેમના પણ માનવતાની ભાવના હોય છે અને ફરજપરસ્તી માટે ફના થવાની ખેવના હોય છે. ગુજરાત પોલીસમાં આવા અનેક જાંબાઝ પોલીસ કર્મીઓ છે જેમણે માનવતા અને ફરજપરસ્તીની મિસાલો કાયમ કરી છે. સુરત પોલીસ બેડામાં પણ આવો જ એક પોલીસ કર્મી છે જેણે ફરજ પ્રત્યેની અનેરી નિષ્છા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલનું નામ શકીલ શેખ છે.

શકીલ શેખ સામે 2023માં સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ એ ગુનામાં કોર્ટ દ્વારા શકીલ શેખને નિર્દોષ જાહેર કરી દોષમૂક્તિ આપેલી છે. આ ઘટના બાદ શકીલ શેખની કચ્છ-ભૂજ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. પાડોશી સાથેની સામાન્ય બોલાચાલીના પ્રકરણમાં શકીલ શેખ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.શકીલ શેખ દ્વારા લેખિત અને મૌખિકમાં કચ્છ-ભૂજથી સુરતમાં બદલી કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે.

શકીલ શેખે સુરતમાં ફરજ દરમિયાન ગુનાખોરીને અટકાવવા ફરજપરસ્તીના દાખલા આપ્યા છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં સોપારી ગલી ખાતે યુવાનને માર મારી રહેલા ટપોરીઓને અટકાવીને યુવાનના જીવને બચાવી લીધો હતો.

પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત શકીલ શેખ એક લાગણીસભર પિતા પણ છે. તેનો 24 વર્ષનો પુત્ર માનિસક રીતે બિમાર છે. તેને સતત બ્રેઈન અટેક આવે છે ત્યારે તે બેકાબૂ બની જાય છે. આના કારણે પિતા તરીકે તેમને પુત્રની સતત સારસંભાળ અને દેખરેખ રાખવાની અનિવાર્યતા થઈ જાય છે. સમગ્ર પરિવારનો મદાર તેમના માથા પર છે અને તમામ જવાબદારી પણ તેમના શિરે રહેલી છે.

સુરતમાં સમગ્ર પરિવાર રહ છે, સાથો સાથ કૌટુંબિક જવાબદારીઓ ઉપરાંત બિમાર પુત્રની પણ જવાબદારી રહેલી છે. પરંતુ હૂંફ, સાંત્વના તથા હેત માટે એક પિતાની જરુર હોય છે તો આવા સંજોગામાં રાજ્યના પોલીસ વડા શકીલ શેખના મામલાનાં માણસાઈ અને માનવતાને ધ્યાનમાં લઈ દયાભાવ રાખીને તેમનું સુરત ખાતે રિપોસ્ટીંગ કરે તે માટે તેમના તરફ આશાભરી મીટ મંડાઈ છે.

પોલીસ ફરજ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરીને શકીલ શેખે પોલીસ વિભાગની ઈમેજને ઉજળી કરવાના પ્રયાસો કર્યા છે. આજે તેમની સ્થિતિ એવું લાગે છે કે શું પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ માટે કોઈ માનવ અધિકાર નથી? રાજ્યના પોલીસ વડા અને સુરતના પોલીસ કમિશનર શકીલ શેખના કિસ્સાને સંવેદનશીલતાથી હાથ પર લઈને નિરાકરણ લાવશે એવી અપેક્ષા સુરતીઓ કરી રહ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0