આજતક ન્યુઝ ચેનલના સંજયસિંહ રાઠોડ અને સંદેશ ન્યુઝ ચેનલના આઝમ સાલેહ વિરુધ્ધ ગુનો નોંધાયો

HomeGujaratNews

આજતક ન્યુઝ ચેનલના સંજયસિંહ રાઠોડ અને સંદેશ ન્યુઝ ચેનલના આઝમ સાલેહ વિરુધ્ધ ગુનો નોંધાયો

સુરતની મહિલા પત્રકારના ચારિત્ર્ય અંગે વ્હોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટીપ્પણી અને અપમાનજનક પોસ્ટ કરવા બદલ ન્યુઝ ચેનલના બે પત્રકાર વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશન

મોરબી: એક મકાન માંથી જુગાર રમતા ૯ જણા ઝડપાયા
લોકલ ટપોરીની દાદાગીરીઃ વ્હોરા બિલ્ડરને ગર્ભિત ધમકીથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો..
Alert News: ‘ક્રાઈમ પેટ્રોલ’ જોઈને ક્રિમિનલ બની માતા, પ્રેમીને પામવા પોતાના જ અઢી વર્ષના બાળકને પતાવી દીધો

સુરતની મહિલા પત્રકારના ચારિત્ર્ય અંગે વ્હોટ્સએપ ગ્રુપમાં અભદ્ર ટીપ્પણી અને અપમાનજનક પોસ્ટ કરવા બદલ ન્યુઝ ચેનલના બે પત્રકાર વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે.

સંદેશનાં કથિત પત્રકાર આઝમ સાલેહ અને આજતક ના સંજયસિંહ વિરૂધ્ધ છેડતીની ફરિયાદ..
સંદેશનાં કથિત પત્રકાર આઝમ સાલેહ અને આજતક ના સંજયસિંહ વિરૂધ્ધ છેડતીની ફરિયાદ..

સુરતની ૪૦ વર્ષીય મહિલા પત્રકારે આજતક ન્યુઝ ચેનલના પત્રકાર સંજયસિંહ રાઠોડ (રહે.ડીંડોલી) અને સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર આઝમ સાલેહ (રહે.રાંદેર) વિરુધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ માર્ચ-૨૦૨૪માં ચાની કીટલી પર અન્ય પત્રકારોની હાજરીમાં આઝમ સાલેહ દ્વારા મહિલા પત્રકારના ડ્રેસીંગ અંગે અભદ્ર ટીપ્પણી કરાઇ હતી. અને સંજયસિંહે ટીપ્પણી બદલ હસીને સાથ આપ્યો હતો. મહિલા પત્રકારે આ અંગે ઠપકો આપતા આઝમે બાદમાં પીછો કરવાનું શરૂ કર્યું હતું. તે અંગે પુછતા તેણે ધમકી આપી કે અમારો વિરોધ કરશે તો તું જ્યાં બેસે છે ત્યાં બેસવાનું બંધ કરાવીને પત્રકારોમાં બદનામ કરી કારકિર્દી પુરી કરાવી દઇશ.

સંદેશનાં કથિત પત્રકાર આઝમ સાલેહ અને આજતક ના સંજયસિંહ વિરૂધ્ધ છેડતીની ફરિયાદ..

ગણકારતા પત્રકારોના વ્હોટ્સએપ ગ્રુપમાં સાંકેતિક શબ્દોમાં મહિલાને બદનામ કરતી પોસ્ટ અને કોમેન્ટ કરવાનું શરૂ કર્યુ હતું. જ્યારે સંજયસિંહ એડમીન છે તે પ્રેસ એન્ડ પોલીસ એસસીટી ગ્રુપમાં મહિલાની પણ ગરિમા નહી જાળવીને મહિલા પત્રકારના ચારિત્ર્ય અંગે એલફેલ અને એકદમ નિમ્નકક્ષાની સભ્ય સમાજને શરમાવે તેવી અલગ-અલગ પોસ્ટ અપલોડ કરવાનું જારી રાખ્યું હતું. સંજયસિંહ સુરત મિડીયા વેલ્ફેર એસોસિએશનનો પ્રમુખ અને આઝમ જનરલ સેક્રેટરી હોવાથી પોતાનું કોઇ બગાડી શકે નહીં એવી પણ ધમકી આપી હતી. છેવટે મહિલા પત્રકારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આઝમ સાલેહ ને સંદેશ માંથી છુટા કરી દીધા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: