કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો

HomeCountryNews

કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો

યુપીના આગ્રામાં એક યુવતીના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. તેમનો પ્રેમ પ્રકરણ એટલો ગાઢ બની ગયો હતો કે બંને એકબીજા વગર રહેવા મા

પૂર્વ વડાપ્રધાનના પૌત્રનું સંસદ સભ્યપદ રદ્દ, હાઈકોર્ટે છ વર્ષ માટે ચૂંટણી લડવા ઠેરવ્યા છે અયોગ્ય
મણિપુરના માથે ફરી કાળી ટીલી, વધુ બે યુવતીઓને નિર્વસ્ત્ર ફેરવી બળાત્કાર ગુજારાયો બાદમાં કરાઈ હત્યા
આરબીઆઈએ રેપોરેટ 6.5 ટકા યથાવત્ રાખ્યોઃ પડકારો છતાં ભારત ગ્રોથ એન્જિનઃ ગવર્નર

યુપીના આગ્રામાં એક યુવતીના પોલીસ કોન્સ્ટેબલ સાથે ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું. તેમનો પ્રેમ પ્રકરણ એટલો ગાઢ બની ગયો હતો કે બંને એકબીજા વગર રહેવા માંગતા ન હતા. પરંતુ યુવતીના પરિવારજનોને આ સંબંધ મંજૂર ન હતો. પોલીસ કોન્સ્ટેબલ અને યુવતીએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલ રાત્રે કાર લાવ્યો અને યુવતીને લઈને ભગાડી ગયો. જ્યારે યુવતીના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ અને યુવતીના લગ્ન થઈ ગયા. લગ્ન કરીને જ્યારે તે પરત ફર્યો તો તેણે પોલીસને આખી વાત કહી.

ગુરુવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ મોહમ્મદ સલમાન ખાને મોહલ્લા ચાંદની ચોકમાં રહેતી 18 વર્ષની યુવતીનું અપહરણ કર્યું હતું. શુક્રવારે છોકરીના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમની પુત્રીના અપહરણનો કેસ નોંધાવ્યો. કેસ નોંધાયા બાદ પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે કોન્સ્ટેબલ સાથે યુવતીને ઝડપી લીધી હતી. બંનેને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આ પછી ડીસીપી ઈસ્ટ સોમેન્દ્ર મીણાએ આરોપી કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો. કોન્સ્ટેબલ વિરુદ્વ કલમ 366 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

છોકરી અને પોલીસ કોન્સ્ટેબલ એકબીજાના પ્રેમમાં હતા. જ્યારે તેમના પરિવારના સભ્યો તેમના લગ્ન માટે સંમત ન હતા, ત્યારે તેઓ ભાગી ગયા હતા.પોલીસ કોન્સ્ટેબલ મેરઠ ગયો અને છોકરી સાથે લગ્ન કર્યા. આ પછી યુવતીએ લગ્નનું પ્રમાણપત્ર પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકલી આપ્યું હતું. શનિવારે યુવતી તેના બોયફ્રેન્ડ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં યુવતીએ પોલીસને જણાવ્યું કે તે કોન્સ્ટેબલને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. તે તેના પતિ સલમાન ખાન સાથે રહેવા માંગે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0