નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં PM મિત્ર પાર્કના નિર્માણ માટે MOU થયા

HomeGujarat

નવસારીના વાંસીબોરસી ખાતે 1141 એકરમાં PM મિત્ર પાર્કના નિર્માણ માટે MOU થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે,

વેરાવળના દરિયાકાંઠેથી ઝડપાયું સાડા ત્રણસો કરોડનું હેરોઈન
ચૂંટણી ટાણે એમપી-રાજસ્થાન, કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ તથા આરબીઆઈને ‘રેવડી કલ્ચર’ સામે સુપ્રીમ કોર્ટની નોટીસ
મોદી સરકારનો સપાટો, 52 લાખ નકલી સિમ કાર્ડ બંધ, 67 હજાર વ્હોટ્સએપ બ્લોક, ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજીયન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે, જેના ભાગરૂપે ગુજરાતના નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થયા છે.
તેમ માહિતી ખાતાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત એમ.ઓ.યુ. સમારોહમાં એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા. વાંસીબોરસીમાં સાકાર થનાર આ પાર્કમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે. વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પાર્ક ટેક્ષ્ટાઈલ સેક્ટરની તંદુરસ્ત હરિફાઈને ઉત્તેજન આપી નિકાસને વેગ આપશે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભારતને ગ્લોબલ ટેક્ષટાઈલ હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. દુનિયાના સૌથી જૂના ઉદ્યોગો પૈકીનો એક કાપડ ઉદ્યોગને વર્તમાન સમય અનુરૂપ અને આવનારા સમય સાથે તાલમેલ સાધવા આધુનિકીકરણનો માર્ગ અખત્યાર કર્યો છે.

તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. વિકાસની તેજ ગતિથી પીએમ મિત્ર પાર્ક ‘આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત’નું નવું સીમાચિહ્ન સર કરશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાત કાપડ ઉત્પાદન અને વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, અને દુનિયાભરમાં ‘પૂર્વનું માન્ચેસ્ટર’, ‘ટેક્ષટાઈલ સ્ટેટ ઑફ ઈન્ડિયા’ અને ‘ભારતનું ડેનિમ કેપિટલ’ તરીકેની આગવી નામના ધરાવે છે. ગુજરાતની કાપડ ઉદ્યોગની સિદ્ધિઓ વર્ણવતા તેમણે જણાવ્યું કે ગુજરાત દેશની ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝની કુલ નિકાસમાં બીજું સ્થાન ધરાવે છે. દેશભરના ડેનિમ કાપડનું ૬૦ થી ૭૦ ટકા ઉત્પાદન એકલું ગુજરાત કરે છે, જે સમગ્ર દેશમાં પ્રથમ અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉપરાંત, કપાસનું ૩૭ ટકા ઉત્પાદન ગુજરાત કરે છે, દેશમાંથી થતી નિકાસમાં ૬૦ ટકા ફાળો આપે છે. દેશના કુલ મેન મેડ કોટન ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો પ ટકા છે, જ્યારે સિન્થેટીક ફાઈબરના ઉત્પાદનના કિસ્સામાં સૌથી મોટો ફાળા આપતા રાજ્ય તરીકે વુવન ફાઈબર ઉત્પાદનમાં 30 ટકા ફાળા સાથે અગ્રસ્થાને છે.

જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસ પાર્ક, ભાવનગરમાં વ્હીકલ સ્ક્રેપેજ રિસાયકલિંગ પાર્ક, મોરબીમાં સિરામીક પાર્ક અને બનાસકાંઠામાં એગ્રો ફૂડ પાર્ક સહિત અનેક નવા ઔદ્યોગિક પાર્ક આગામી સમયમાં ગુજરાતની વિકાસગાથાને વધુ ઉજ્જવળ બનાવશે. તેમણે કહ્યું કે, પી.એમ. મિત્ર પાર્ક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું વિઝન સાકાર કરશે. ટેક્ષ્ટાઈલ પાર્ક માટે નવસારી જિલ્લાનું વાંસીબોરસી સર્વાધિક અનૂકુળ હોવાથી પસંદ કર્યું છે, અહીં ૧૧૪૧ એકરમાં સાકાર થનાર પાર્ક દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિકાસની નવી રાહ કંડારશે.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, PM મિત્ર પાર્ક એક આગવું ઔદ્યોગિક મોડેલ બનશે, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કાપડ ઉદ્યોગમાં રોકાણ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઊભી કરવા, ભારતને કાપડ ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનાવવા માટે સાથે મળીને કામ કરશે. ઉદ્યોગ પ્રોત્સાહન નીતિ હેઠળ આપવામાં આવતા તમામ લાભો પાર્કમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાતના ચોમેર વિકાસની સરાહના કરતા કહ્યું કે, ગુજરાત લોજીસ્ટીક, નેશનલ સ્ટાર્ટ અપ ઈન્ડેક્સ, ગુડ ગવર્નન્સ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, નિકાસ જેવા ક્ષેત્રોમાં અવ્વલ છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0