પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર ચાલતી વખતે એક મોટો ખાડો મળ્યો. ચંદ્રની સપાટી પર ચાર મીટરનો મોટો ખાડો મળી આવ્યા બાદ પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે નવા માર્ગ પ
પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર ચાલતી વખતે એક મોટો ખાડો મળ્યો. ચંદ્રની સપાટી પર ચાર મીટરનો મોટો ખાડો મળી આવ્યા બાદ પ્રજ્ઞાન રોવરને સુરક્ષિત રીતે નવા માર્ગ પર લઈ જવામાં આવ્યું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને સોમવારે બપોરે ટ્વિટ કર્યું કે રોવરને ધારથી ત્રણ મીટર દૂર એક ખાડો દેખાયો છે અને હવે તેને સુરક્ષિત માર્ગ પર મોકલવામાં આવ્યો છે.
એક ચંદ્ર દિવસ પૂરો થવામાં માત્ર 10 દિવસ બાકી છે ત્યારે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)ના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ રવિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું રોવર મોડ્યુલ પ્રજ્ઞાન ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. ISROના વૈજ્ઞાનિકો છ પૈડાવાળા રોવર દ્વારા અજાણ્યા દક્ષિણ ધ્રુવ સુધીનું મહત્તમ અંતર કાપવા માટે કામ કરી રહ્યા છે.

23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું ત્યારે ભારતે અવકાશના ક્ષેત્રમાં એક વિશાળ છલાંગ લગાવી હતી. જેના કારણે ભારત આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બન્યો છે.
ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો દેશ બન્યો છે.


COMMENTS