પોતાને પ્રાઈમ મીનીસ્ટર ઓફિસનો અધિકારી બતાવીને સામાન્ય લોકો ઉપરાંત જમ્મુ કાશ્મીર પ્રસાશનને છેતરનાર ઠગ કિરણ પટેલને શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ
પોતાને પ્રાઈમ મીનીસ્ટર ઓફિસનો અધિકારી બતાવીને સામાન્ય લોકો ઉપરાંત જમ્મુ કાશ્મીર પ્રસાશનને છેતરનાર ઠગ કિરણ પટેલને શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપ્યા છે. મૂળ અમદાવાદ રહેવાસી કિરણ પટેલની આ વર્ષે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી. જામીન આપતી વખતે, શ્રીનગરની મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે કહ્યું, “ચાર્જશીટ વાંચ્યા પછી, એ સ્પષ્ટ છે કે એજન્સીએ IPCની કલમ 467 હેઠળ ગુનો હટાવી દીધો છે.”
એક અખબારી અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું, “સેક્શન 467 હેઠળના ગુનાને હટાવ્યા પછી, આરોપી દ્વારા કરવામાં આવેલા ગુના માટે માત્ર સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.”
કલમ 467 સુરક્ષા અને મૂલ્યવાન સંપતિની બાબતમાં છેતરપીંડી સાથે સંબંધિત છે જેમાં આજીવન કેદ અથવા 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. કોર્ટે કહ્યું કે માર્ચ મહિનામાં કિરણ પટેલની પ્રથમ જામીન અરજી નામંજૂર કરવા માટે આ કલમ એક મુખ્ય કારણ હતું, જેને તપાસ અધિકારીએ પુરાવાના અભાવને આધારે દૂર કરી છે.
પીએમઓ અધિકારી હોવાનો દાવો કરીને રહેલા કિરણ પટેલની આ વર્ષે માર્ચ મહિનામાં શ્રીનગરની લલિત હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે, “તેમને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના અધિકારીઓ દ્વારા સુરક્ષા કવર સાથે અત્યંત સંવેદનશીલ સ્થળોએ પ્રવેશ કર્યો હતો. સામાન્ય નાગરીકને આ સ્થળોએ પ્રવેસવા માટે અધિકાર નથી.”
COMMENTS